તિરુવનંતપુરમ: કેરળના એક ગામમાં કોરોના વાઇરસના કેસમાં ઉછાળાને પગલે 25 કમાન્ડો અહીં તૈનાત કરવામાં આવ્યા છે. આ ગામમાં ઘણા 'સુપર-સ્પ્રેડર્સ' છે, એટલે કે, છથી વધુ લોકોને ચેપ લગવનારા લોકો જે પહેલાથી સંક્રમિત છે.
આરોગ્ય નિષ્ણાતોએ અહેવાલ આપ્યો છે કે તિરુવનંતપુરમના પુંટુરા ગામમાં પરીક્ષણ પછી સ્થાનિક સ્તરે કોરોનાના કેસો થયા છે. આશંકા છે કે કેરળમાં તે વાઇરસનું પહેલું ક્લસ્ટર હોઈ શકે. ક્લસ્ટરનો અર્થ એ છે કે જ્યાં વાયરસ ઝડપથી ફેલાય છે.
બુધવારે કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કમાન્ડો, એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો પુંટુરા ગામમાં ફરતા હોય છે. તે જ સમયે, લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે, 'જો કોઈને કોઈ પણ જરૂરિયાત વગર બહાર ચાલતા જોવામાં આવશે, તો તેઓને એમ્બ્યુલન્સમાં કમાન્ડોની સહાયથી ક્વોરેન્ટાઇન સેન્ટર લઈ જવામાં આવશે.'
મુખ્યપ્રધાન કાર્યાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચેક દિવસમાં 600 લોકોનાં પરીક્ષણ કરવામાં આવ્યાં છે, જેમાંથી 11 લોકો સંક્રમિત છે.