ETV Bharat / bharat

NDAમાં મતભેદ, ભાજપનો સાથ છોડી રહી છે અન્ય સહયોગી પાર્ટીઓ, વાંચો અહેવાલ - રાજકારણ ન્યૂઝ

ભાજપ રાજકારણમાં આજે ધ્રુવ તારાની જેમ ચમકી રહ્યું છે. પરંતું ઉગતા તારામાં અન્ય સહયોગી પાર્ટીઓની ભૂમિકા મહત્વની રહી છે. ભાજપ રાજકારણમાં અનેક ઉંચાઇ સર કરી રહ્યું છે. પરંતું અન્ય સહયોગી પાર્ટીઓ સાથ છોડી રહી છે. સહયોગી પાર્ટીઓનો આરોપ છે કે, ભાજપના નેતૃત્વ વાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અહંકારમાં બીજી પાર્ટીઓને સાઇડ લાઇન કરી રહી છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓનો વિશે જાણો વિશેષ અહેવાલમાં..

NDA
ભાજપ
author img

By

Published : Jan 23, 2020, 8:25 PM IST

ન્યુઝ ડેસ્ક: ભાજપ સત્તાના સુર્વણ કાળમાંથી પસાર થઇ રહી છે. ભાજપને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતની સરકાર છે, પરંતું સત્તામાં ટોપ પર પહોંચવા માટે સહયોગી પાર્ટીઓના સાથની જરૂર પડે છે. ભાજપ NDAના સહયોગથી સત્તાના શિખર સુધી પહોંચી છે, પરંતું કેટલીક પાર્ટીઓએ ગઠબંધનનો સાથ છોડી દીધો છે. જેમાં TDP અને શિવસેના પ્રમુખ છે.

NDAના નિર્માણના પ્રમુખ સહયોગી નારાજ

NDAમાં ભાજપની સાથે લગભગ બે ડેઝન પાર્ટીઓ છે. જેમાં પ્રમુખ સહયોગીઓમાંથી અકાલી દળ નારાજ હોવાના સમાચાર મળી રહ્યાં છે.

શિરોમણી અકાલી દળ વચ્ચે મતભેદ

શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે 21 વર્ષ જૂના ગઠબંધન પર રોક લગાવી છે. ભાજપ અને અકાલી દળ બંને મળીને દિલ્હી ચૂંટણી લડતી આવી છે. પરંતું આ વખતે અકાલી દળે બેઠકોમાં સમજૂતી ના થવાના કારણે ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અકાલી દળે આરોપ લગાવ્યો કે, ભાજપ NDAના સહયોગી પાર્ટીઓને કોણ પર બિલ વિશે ચર્ચા કરતી નથી.

LJPએ અસહમતી જાહેર કરી હતી.

લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને NDAમાં સમજૂતિ બનાવવાની માગ કરી હતી. ચિરાગે પાસવાને કહ્યું હતું કે, ગઠબંધન નાજૂક સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

આજસૂથી 20 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો

ઝારખંડ રાજ્યના નિર્માણમાં ભાજપની સાથે ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન (આજસૂ)ની સાથે રાજ્યમાં ગઠબંધન હતું. જે બેઠકોની વહેચણી ના થવાના કારણે ઝારખંડ વિધાનસભા ચૂંટણી વખતે તૂટી ગયું હતું. જેથી ભાજપને ઘણું નુકસાન થયું હતું અને સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે.

શિવસેના NDAમાંથી અલગ થઇ

શિવસેનાએ મુખ્યપ્રધાન પદ માટે મહારાષ્ટ્ર ચૂંટણી બાદ NDA છોડી દીધું હતું.

JDUમાં ટકરાર

NDAમાં JDU સૌથી મોટી પાર્ટી છે. (જનતા દળ યુનાઇટેડ) ભાજપ અને JDU વચ્ચે સમય સમયે તકરાર થઇ રહી છે. બિહાર ચૂંટણીમાં મુખ્યપ્રધાન પદ માટે બંને પાર્ટીઓ સામ સામે આવે છે. આ અગાઉ પણ JDU અને ભાજપ બંને પાર્ટીઓ અલગ થઇ ચૂંકી છે.

અસમ ગણ પરિષદમાં મતભેદ

ઉત્તર પૂર્વમાં ભાજપની એક સહયોગી અસમ ગણ પરિષદ સહયોગીને ઘેરાવમાં લાગી છે. પૂવોત્તરમાં ભાજપની સૌથી મહત્વની સહયોગી પાર્ટી અસમ ગણ પરિષદે નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો છે. આ પાર્ટીને ભાજપ સાથે મતભેદ છે.

TDP એક સમયે NDAની સહયોગી પાર્ટી હતી

2019ની લોકસભા ચૂંટણી પહેલા તેલગુદેશમ પાર્ટી (TDP)એ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.

કેમ ગઠબંધનમાંથી પાર્ટીઓ અલગ થઇ રહી છે

ભાજપ આ આરોપ લગાવે છે મોદી શાહના કારણે એક તરફી સંવાદ થઇ રહ્યો છે. મોદી-શાહની જોડી કોઇની વાત નથી સાંભળતી. અન્ય પાર્ટીઓ સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી છે.

NDAનો ઇતિહાસ

ભાજપને એક સાંપ્રદાયિક પાર્ટી તરીકે જોવામાં આવે છે. પરંતુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કરિશ્માઇ વ્યક્તિત્વના કારણે 1998માં NDAની રચના થઇ હતી. NDAની શરૂઆત 13 પાર્ટીઓ સાથે થઇ હતી. જે વધીને 1998માં જ 24 થઇ ગઇ હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ગઠબંધના રાજકારણમાં મહાયોદ્ધા કહેવામાં આવે છે.

વાજપેયીના સમયમાં ભાજપ NDAની આગેવાની હંમેશા સહયોગી દળોની પાસે રહેતી હતી. NDAના સંયોજકની જવાબદારી જોજ ફર્નાડીઝ, શરદ યાદવ અને ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓએ સંભાળી હતી. જેના પરિણામે 1999માં NDAની સરકારે પાંચ વર્ષ સુધી ચાલી હતી. વાજપેયીના સમયે મમતા બેનર્જીની TMC તૃણમુલ કોંગ્રેસ BJD બીજુ જનતા દળ પણ NDAની સહયોગી પાર્ટી હતી.

શિવસેના NDAમાંથી અલગ થયા બાદ NDAમાં સંયોજક અથવા અધ્યક્ષ બનવાની માગ ઉઠી રહી છે. સંસદના શિયાળા સત્ર પહેલા NDAની સહયોગી પાર્ટીઓમાં સહયોગની આવશ્યકતા વધારે હતી. લોક જન શક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ આ જ માગ કરી હતી. JDU (જનતા દળ યુનાઇટેડ) NDAમાં સમન્વય માટે સમિતિ બનાવવાની માગ કરી ચૂંકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.