ETV Bharat / bharat

ભારતમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન: મુદ્દાઓ અને ચિંતાઓ - Construction of houses

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન્સ (સીઆરઝેડ) એટલે કે દરિયાકાંઠાના નિયમન ક્ષેત્રો ભારતના 7500 કિલોમીટર લાંબા દરિયાકાંઠા સાથે જોડાયેલા વિસ્તારો છે. આ વિસ્તારોમાં મકાનોનું બાંધકામ, પ્રવાસનને લગતી માળખાકીય સેવાઓ તેમજ અન્ય સવલતોના વિકાસનું નિયમન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.

ભારતમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન
ભારતમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન
author img

By

Published : Jan 18, 2021, 8:21 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોસ્ટલ રેગ્યુલેશન ઝોન્સ (સીઆરઝેડ) એટલે કે દરિયાકાંઠાના નિયમન ક્ષેત્રો ભારતના 7500 કિલોમીટર લાંબા દરિયાકાંઠા સાથે જોડાયેલા વિસ્તારો છે. આ વિસ્તારોમાં મકાનોનું બાંધકામ, પ્રવાસનને લગતી માળખાકીય સેવાઓ તેમજ અન્ય સવલતોના વિકાસનું નિયમન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.

સીઆરઝેડ શું છે ?

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન્સ (સીઆરઝેડ) એટલે કે દરિયાકાંઠાના નિયમન ક્ષેત્રો ભારતના 7500 કિલોમીટર લાંબા દરિયાકાંઠા સાથે જોડાયેલા વિસ્તારો છે. આ વિસ્તારોમાં મકાનોનું બાંધકામ, પ્રવાસનને લગતી માળખાકીય સેવાઓ તેમજ અન્ય સવલતોના વિકાસનું નિયમન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. સીઆરઝેડ, દરિયાઈ અને પ્રાદેશિક ક્ષેત્રો વચ્ચેનો બફર ઝોન છે, જેમાં દરિયાકાંઠો, દરિયાકાંઠાની નીચાણની ભેજવાળી જમીન, મેન્ગ્રોવ (ખરાઈ), મડફ્લેટ સી ગ્રાસ, ખારવાળી જમીન અને સીવીડ (દરિયાઈ છોડ-વનસ્પતિ) જેવી સંવેદનશીલ ઈકોસિસ્ટમ્સ સહિતના વિસ્તારો સામેલ છે. કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયે વર્ષ 2019માં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) જાહેર કર્યો હતો અને દેશમાં દરિયાકિનારાના વિસ્તારો બાંધકામ અને પ્રવાસનની પ્રવૃત્તિઓ માટે ખુલ્લાં મૂક્યાં હતાં. કાયદાની દ્રષ્ટિએ, સીઆરઝેડ, સામાન્ય રીતે દરિયા કિનારાથી 200 મીટર સુધીનો વિસ્તાર હોય છે. પરંતુ તે શહેર, હોલીડે સ્પોટ, કૃષિ, સંરક્ષિત વિસ્તારો, દરિયાના પાણી જમીન વિસ્તારોમાં આવવા, વાવાઝોડાં, દરિયાઈ જીવસૃષ્ટિ, દરિયાઈ આકારશાસ્ત્ર (મોર્ફોલોજી), પવન વગેરે અનેક પરિબળો ઉપર આધાર રાખે છે.

સીઆરઝેડ માટે ભારતમાં શી કાયદાકીય જોગવાઈઓ છે?

કેબિનેટે વર્ષ 2018માં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ નોટિફિકેશનને મંજૂરી આપી હતી. સીઆરઝેડમાં હાલના નિયમો મુજબ એફએસઆઈની મંજૂરી મળતાં ગીચોગીચ વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મોટી તક સર્જાઈ છે, તે ઉપરાંત સીઆરઝેડમાં પ્રવાસનની મૂળભૂત સવલતો સ્થાપવાને પ્રોત્સાહન અપાય છે. તમામ ટાપુ પ્રદેશો માટે 20 મીટરનો નો ડેવલપમેન્ટ ઝોન (એનડીઝેડ) રાખીને પ્રદૂષણ ઘટાડવા ઉપર વધુ ધ્યાન આપીને ઈકોલોજીથી સંવેદનશીલ એવાં તમામ વિસ્તારોને ખાસ મહત્ત્વ અપાયું છે.

ગુજરાતના સીઆરઝેડ કેટલા ઝોનમાં વર્ગીકૃત કરાયા છે?

1. સીઆરઝેડ-1 (ઈકોલોજીની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો, જેમકે, મેન્ગ્રોવ્સ, પરવાળાનાં ખડકો, જીવાવરણ અનામતો વગેરે)

2. સીઆરઝેડ-2 (બિલ્ટ - અપ ક્ષેત્ર - ગામડાં અને શહેરો, જે અગાઉથી સ્થાપેયલાં જ છે)

3. સીઆરઝેડ-3 (નોંધપાત્ર રીતે વિકસ્યાં ન હોય તેવાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો)

સીઆરઝેડ-3 એ - 2011ની વસ્તીગણતરી મુજબ પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 2161 લોકોની વસ્તી ધરાવતા ગીચ ગ્રામીણ વિસ્તારો. સીઆરઝેડ-3 બી - વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ પ્રતિ ચોરસ કિલોમીટર 2161 લોકોથી ઓછી વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારો. આવા વિસ્તારોમાં હાઈ ટાઈડ લાઈન (એચટીએલ)થી 200 મીટરનો એનડીઝેડ ચાલુ રહેશે.

4. સીઆરઝેડ-4 (પ્રાદેશિક જળક્ષેત્રો તેમજ ભરતીની અસર પામતાં જળાશયો સુધીનો જળવિસ્તાર).

સીઆરઝેડ ગુજરાતમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ (સીએલ3 પીટુ)

• (i) તટપ્રદેશ સાથે સીધો સંબંધ ધરાવતા હોય અથવા દરિયાકાંઠાની સવલતોની સીધી જરૂરિયાત ધરાવતા હોય, તે સિવાયના નવા ઉદ્યોગોની સ્થાપના અને હાલના ઉદ્યોગોનું વિસ્તરણ

એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટના પ્રોજેક્ટોને ફક્ત નવી મુંબઈ ખાતે મંજૂરી આપવામાં આવી છે.

• (ii) તેલ સંગ્રહ અથવા જોખમી પદાર્થના નિકાલનું નિયંત્રણ અથવા સંચાલન

જોખમી પદાર્થોનું જહાજોથી બંદરો, ટર્મિનલ્સ અને રિફાઇનરીઓથી લાવવા અને લઈ જવા

પેટ્રો, એલ.એન.જી. ની પ્રાપ્તિ અને સંગ્રહ માટેની સુવિધા

• (iii) મંજૂર કરાયેલા વિસ્તારો સિવાય ગોદામો સહિત ફિશ પ્રોસેસિંગનાં એકમોની સ્થાપના અને વિસ્તરણ

• (iv) જમીન સુધારણા, દરિયાઇ પાણીના કુદરતી માર્ગને અવરોધવા અથવા ખલેલ પહોંચાડવી, આ અપવાદો સિવાય,

(અ) બંદરો, હાર્બર્સ, જેટ્ટીઓ વગેરે જેવાં બાંધકામ અથવા આધુનિકીકરણ અથવા દરિયાકાંઠાના વિસ્તરણ

(બ) ધોવાણ અટકાવવું (એન્વાર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ - ઈઆઈએ મુજબ)

(ક) જળમાર્ગો, નદીઓ અને બંદરો વગેરેની જાળવણી અને સફાઈ

(ડ) ભરતીના નિયમનકારોની સ્થાપના, ખારાશના પ્રવેશને રોકવા અને તાજા પાણીના રિચાર્જની રચનાઓ

• (v) કચરા અને ગટરના નિકાલ માટેની વ્યવસ્થા

(અ) ગટરના ટ્રીટમેન્ટ કર્યા બાદના બગાડનું વિસર્જન

(બ) વરસાદનું ગટર-નાળામાં ભેગું થઈ વહેતું પાણી અને પમ્પિંગ

(ક) સીઆરઝેડ-1 સિવાયના વિસ્તારોમાં આવેલાં હોટેલો, બીચ રિસોર્ટસ અને માનવ વસાહતો દ્વારા સર્જાતા કચરા અને ગંદા પાણીની ટ્રીટમેન્ટ

• (vi) ટ્રીટમેન્ટ ન કરાયેલા કચરા અને પ્રદૂષણોનું વિસર્જન

• (vii) બાંધકામના કચરા-કાટમાળ સહિતના શહેરના કચરાનો ખડકલો

• (viii) સંરક્ષણ સંબંધિત ન હોય તેવાં દરિયાકિનારાના ઊંચા ભાગમાં ખેંચાયેલાં બંદરો અને હાર્બર પ્રોજેક્ટો

• (ix) શોપિંગ અને હાઉસિંગ કોમ્પ્લેક્સિઝ, હોટેલ્સ અને મનોરંજન પ્રવૃત્તિઓ જેવા વ્યાપારી હેતુ માટે ફરી માગ

• (x) રેતી અને ખડકોનું ખાણકામ સિવાય કે,

(અ) સીઆરઝેડ સિવાયના વિસ્તારોમાં તે ખનીજો ઉપબલ્ધ ન હોય

(બ) તેલ અને કુદરતી ગેસનું શારકામ

(xi) એચટીએલથી 200 મીટરની અંદર ભૂગર્ભનાં જળ ખેંચવાં, સિવાય કે

(અ) તે પ્રદેશ ફક્ત સ્થાનિક સમુદાયોનો હોય

(બ) 200 મીટરથી 500 મીટરની અંદર હોય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.