લખનઉ: સિટી મેજિસ્ટ્રેટ અરૂણ કુમારે જાણકારીએ આપી કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ આગ્રાની મુલાકાતે આવશે. PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.
અમદાવાદમાં નમેસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ પણ યોજાશે. અમેરિકાના પ્રમુખ સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેશે અને અમદાવાદમાં રોડ-શો પણ કરશે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પ સાથે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે.