લખનઉઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને કારણે થયેલી જાનહાનીના માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આપત્તિ અને સંકટના સમયમાં ઉત્તર પ્રદેશની જનતા અને સરકાર પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોના પીડિતોની સાથે છે.
આ જ સમયે મુખ્ય પ્રધાને ભૂતપૂર્વ રાજ્ય સરકારના પ્રધાન ડૉ. નેપાળ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, તેઓ લોકપ્રિય લોકપ્રતિનીધિ હતા. રાજ્ય સરકારના પ્રધાન, લોકસભાના સભ્ય અને વિધાન પરિષદના સભ્ય તરીકે, તેમણે તેમની ફરજો અસરકારક રીતે પૂર્ણ કરી.