મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદીને સતત બીજીવાર જનસમર્થન પ્રાપ્ત કરીને વડાપ્રધાન પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. આ પહેલા લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી બાબતો પર ચર્ચાઓ કરી હતી.
આ ચર્ચામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુ હાજર રહ્યા હતા. કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે થયેલા બેઠકમાં કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના ખેડૂતોને પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.