રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં બાળકોના મોત પર વિપક્ષ કોંગ્રેસ સરકારને આડે હાથ લઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાને રવિવારે મુંબઈના પ્રવાસ દરમિયાન કહ્યું કે, વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.
તેમણે ઉમેર્યુ કે, આ મુદ્દે સંવેદનશીલતા સાથે વાત કરવી જોઈએ. હું વારંવાર કહીશ કે, આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. કોઈ એક પણ નવજાતનું મૃત્યુ કેમ થાય, કોઈ એક માં પણ કેમ જીવ ગુમાવે? આઈ.એમ.આર. અને એમ.એમ.આર. (માતા મૃત્યુદર અને બાળમૃત્યુ દર) સમગ્ર દેશનો મુદ્દો છે. કેન્દ્ર સરકાર પણ મોનિટરીંગ કરે છે. રાષ્ટ્રીય આરોગ્ય કમિશન બનાવેલું છે. હું ઘણાં સમયથી આ અંગે પ્રયત્ન કરી રહ્યો છું.
ગુજરાતમાં તો મુખ્ય પ્રધાનના જિલ્લામાં જ બાળકોના મૃત્યુ
રાજસ્થાન CM અશોક ગહેલોતે કહ્યું કે, આજે એવા સમાચાર સામે આવ્યા કે, ગુજરાતાન રાજકોટ જિલ્લામાંથી જે મુખ્ય પ્રધાનનો જિલ્લો છે, ત્યાં 135 બાળકોનું મૃત્યુ થયા છે. દુઃખદ છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.