જયપુર: એક બાજુ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટ 24 જૂલાઈએ પોતાનો ચૂકાદો સંભળાવશે. જેથી પાયલટ સહિતના બળવાખોરોને વધુ ત્રણ દિવસનો સમય મળ્યો છે. જ્યાં સુધી કોર્ટ કોઈ ચુકાદો ન આપે ત્યાં સુધી વિધાનસભા સ્પીકર સી.પી. જોશીને કોઈપણ નિર્ણય ન લેવા આદેશ આપ્યો છે.
કોર્ટના નિર્ણયની સાથે મુખ્યપ્રધાન અશોક ગહલોતે તાત્કાલીક કેબિનેટ બેઠક બોલાવી છે. જેમાં તમામ પ્રધાનો પહોંચ્યા છે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને વહીવટ સંબંધી નિર્ણય લઈ શકાય છે. આ ઉપરાંત આ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અંગે પણ ચર્ચા થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં વિધાનસભા સત્ર બોલાવવું કે નહીં તે અંગે પણ કોઈ નિર્ણય આવી શકે છે.