ETV Bharat / bharat

CM અરવિંદ કેજરીવાલ 29 ઓક્ટોબરે ગ્રીન દિલ્હી એપ લોન્ચ કરશે - ગ્રીન દિલ્હી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 29 ઓક્ટોબરે ગ્રીન દિલ્હી એપ લોન્ચ કરશે. આ એપના માધ્યમથી લોકો કચરો બાળવાની ઘટના, ઔદ્યોગિક પ્રદૂષણ અને ધૂળ અંગેની ફરિયાદોથી સરકારને અવગત કરાવી શકશે.

CM અરવિંદ કેજરીવાલ 29 ઓક્ટોબરે ગ્રીન દિલ્હી એપ લોન્ચ કરશે

author img

By

Published : Oct 28, 2020, 2:12 PM IST

  • 29 ઓક્ટોબરે ગ્રીન દિલ્હી એપ લોન્ચ થશે
  • દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ કરશે લોન્ચ
  • લોકો સરકારને વિવિધ ફરિયાદોથી કરાવી શકશે અવગત
  • પ્રદૂષણ રોકવા દિલ્હી સરકાર ચલાવી રહી છે અભિયાન

નવી દિલ્હીઃ પ્રદૂષણ પર પ્રતિબંધ લાવવા માટે દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત સતત કોઈને કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં દિલ્હી સરકાર હવે એક એવી એપ લાવવા જઈ રહી છે. જેનાથી દિલ્હીનો કોઈ પણ નાગરિક દિલ્હીમાં પ્રદૂષણના પરિબળોને લઈને ફરિયાદ કરી શકશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 29 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે ગ્રીન દિલ્હી એપનો પ્રારંભ કરાવશે.

પ્રધાને કરી સમીક્ષા બેઠક

મંગળવારે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આને લઈને અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ગ્રીન દિલ્હી એપથી સંબંધિત ફરિયાદ નિવારણ પ્રક્રિયાને લઈ કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં પર્યાવરણ વિભાગ, રાજસ્વ વિભાગ, એમસીડી, એનડીએમસી, ડીડીએ, પીડબ્લ્યૂડી, દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસ, એનએચએઆઈ જેવા અનેક વિભાગોના નોડલ અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ ગ્રીન દિલ્હી એપનો ઉપયોગ કરી લોકો કચરો બાળવા, ઔદ્યોગિક પ્રદૂષણ, ધૂળની ફરિયાદોથી સરકારને અવગત કરાવી શકશે.

આ એપથી મળનારી ફરિયાદોના નિવારણ માટે એક સમય સીમા નક્કી કરવામાં આવશે, જે અંતર્ગત સંબંધિત વિભાગને ફરિયાદનું નિવારણ કરવું પડશે. એપ સાથે તમામ સંબંધિત વિભાગ જોડાયેલા રહેશે અને પ્રદૂષણથી સંબંધિત કોઈ પણ આવનારી ફરિયાદ જે તે સંબંધિત વિભાગને પહોંચી જશે. આ એપથી સંબંધિત વિભાગના નોડલ ઓફિસર અને તેમના અન્ય અધિકારીઓ પણ જોડાયેલા હશે. આ એપના માધ્યમથી લોકો ફોટો અને વીડિયો સાથે ફરિયાદ કરી શકશે. જો ફરિયાદનું સમયસર નિવારણ નહીં આવે તો સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.