ETV Bharat / bharat

કોરોના સામે લડવા કેપ્ટન અમરિંદર સિંહે સીએસઆર ફંડનો ઉપયોગ કરવા PMની મંજૂરી માંગી

author img

By

Published : Apr 1, 2020, 11:51 PM IST

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે વડાપ્રધાનને અલગ અલગ કંપનીઓને કોવિડ -19 પીડિતોને સહાય કરવા સીએસઆર ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે.

CM Amrinder singh ask PM to allow CSR fund
કેપ્ટન અમરિંદર સિંહે સીએસઆર ફંડનો ઉપયોગ કરવાની PMની મંજૂરી માંગી

ચંદીગઢ : વડાપ્રધાનને લખેલા પત્રમાં કેપ્ટન અમરિન્દરે સિંહે કોર્પોરેટ અફેર મંત્રાલયને કંપની એક્ટ-2013 મુજબ રાષ્ટ્રીય હિત માટે સીએમ રીલિફ ફંડને સીએસઆરમાં સમાવેશ કરવા કહ્યું હતું.

કેપ્ટન અમરિંદર સિંહે લખ્યું હતું કે, આ પગલું રાજ્ય સરકારને કોવિડ-19 મહામારીને વધુ અસરકારક રીતે પહોંચી વળવા માટે મદદ કરશે. દેશવ્યાપી લૉકડાઉનને પગલે ગરીબ અને જરૂરિયાતમંદ, સ્થાનિકોને તેમજ પરપ્રાંતિય મજૂરને તબીબી અને અન્ય સહાય પૂરી પાડશે.

વધુમાં તેમણે લખ્યું હતું કે, પંજાબની કંપનીઓ રાજ્ય સરકારને સીએસઆર ફંડ દ્વારા મદદ કરવા તૈયાર છે. જે રીતે અત્યારે દેશ આ આપદા સામે ઝઝૂમી રહ્યો છે, તેના માટે આ પગલું લેવું આવશ્યક હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.