પિથોરાગઢઃ ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું છે. બંગાપાની તહસીલના ગૈલા ટાંગામાં મોડી રાત્રે આભ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.
એસડીએરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ એસડીએમ અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે. સ્થાનિકો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે. ખુબ ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ ધોવાઈ ગયાં છે. રસ્તઓ ઓળંગવા અને આગળ વધવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
બીજી બાજુ ધોધમાર વરસાદને કારણે ટનકપુર-તવાઘાટ હાઈવે બંધ થઈ ગયો છે. પહાડી અને આંતરિયાળ વિસ્તાર હોવાને લીધે મોબાઈલ સિગ્નલ પણ કામ નથી કરી રહ્યાં. જેને કારણે સાચી જાણકારી મેળવવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.