પશ્ચિમ બંગાળ: કોલકાતામાં પ્લાઝ્મા થેરાપીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સારવાર માટે સ્વસ્થ કોવિડ-19 દર્દીના લોહીના પ્લાઝ્માની અસરકારકતાને સમજવા માટે આ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સોમવારથી પ્લાઝ્મા દાતાઓ પર કોલકાતાની મેડિકલ કોલેજના ઈમ્યુનોએમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ડિપાર્ટમેન્ટમાં પ્લાઝ્માં થેરાપી શરૂ કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ કન્વલેસન્ટ પ્લાઝ્મા થેરેપીનું આ પ્રથમ પગલું છે. આ ટ્રાયલ મારફતે કોવિડ-19 ચેપના ઉપાયની આશા રાખવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળની સરકાર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ના સહયોગથી શહેરમાં કોવિડ-19 દર્દીઓની સારવારના ઉદ્દેશથી કોન્વાલેસન્ટ પ્લાઝ્મા થેરાપીના ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. જેને બાદ ભારતના ડ્રગ કંટ્રોલ જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાઈરસથી સંક્રમિત અન્ય લોકોની સારવારમાં કોવિડ-19ના દર્દીઓ જે કોરોના મુક્ત બન્યા છે, તેમના લોહીના પ્લાઝ્માની અસરકારકતાને સમજવા માટે આ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.