ચદૂરા વિસ્તારની આ ઘટનામાં બંને બાજુથી ગોળીબારી થઇ હતી. ઘટનાસ્થળ પર ત્રણ આતંકવાદીનો ધેરાવ કર્યો હતો. જેના વિરૂદ્ધ સુરક્ષાબળ કાર્યવાહી કરી રહ્યા છે.
જમ્મુૃ-કશ્મીરના બડગામ જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે અથડામણની માહિતી મળી હતી. ચદૂરા વિસ્તારમાં આ ઘટનામાં બંને તરફથી ગોળીબારી થઇ હતી. ઘટનાસ્થળ પર ત્રણ આતંકવાદીઓનો ધેરાવો થયો હોવાની માહિતી મળી છે. સુરક્ષાબળોએ વિસ્તારને ચારેય તરફથી ધેરાવો કરી લીધો હતો. અને કાર્યવાહી શરૂ કરી છે.
બડગામ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષાબળો એ પુરા વિસ્તારનો ધેરાવો કરી લીધો છે. ધેરાબંદી બાદ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબારી કરવાની શરૂ કરી દીધી હતી. જેમાં એક આતંકાવાદીનું મૃત્યુ થયું હતું.