તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલ જે ઘટનાઓ થઈ રહી છે, તેણે જૂની ઘટનાઓને પણ તાજી કરી દીધી છે. તેમાં કોઈ શંકા નથી કે, ગુનાહિત ન્યાય સિસ્ટમમાં પોતાની સ્થિતી પર ફેરવિચારણા કરવી જોઈએ. તેમણે ભાર આપતા જણાવ્યું કે, ગુનાહિત કેસમાં નિવારણ લાવવામાં સમય લાગે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પશું ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાના ચારેય આરોપીને શુક્રવારે ચટ્ટનપલ્લીમાં પોલીસે જવાબી ગોળીબારમાં માર્યા ગયા, જ્યારે પોલીસ પીડિતાના ફોન અને આ કેસ સાથે જોડાયેલા અન્ય સામાન લેવા ઘટનાસ્થળ પર આરોપીઓને લઈ ગયા હતા.
સાઈબરાબાદ પોલીસે જણાવ્યું હતું કે, બે આરોપીએ તેમના હથિયાર આંચકી લઈને તેમના પર ફાઈરીંગ કર્યું તથા બાકીના બે આરોપીએ પથ્થર તથા ડંડા સાથે હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી પણ ઘાયલ થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસને જવાબી કાર્યવાહી કરવી પડી હતી.
મહેબૂબનગર જિલ્લાની સરકારી હોસ્પિટલમા આ ચારેય આરોપીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તથા તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે.
20 અને 26 વર્ષની વચ્ચેની ઉંમરના આ ચારેય આરોપીઓને મહિલા સાથે દુષ્કર્મ તથા બાદમાં તેનું ગળુ દબાવી મારી તેને સળગાવી નાખી તેની હત્યા કરવાના કેસમાં 29 નવેમ્બરે ધરપકડ કરાઈ હતી.