હકિકતમાં રાજ્યસભામાં મંગળવારે કરવામાં આવેલી બિલની સૂચીમાં ગૃહપ્રધાન રાજનાથસિંહનું નામ ત્રીજા નંબર પર છે. જેમાં લખવામાં આવ્યું છે કે નાગરિકતા સુધારણાબિલ 2016ને સંસદમાં વિચાર અને પાસ કરવા માટે રાખવામાં આવશે.
તેના પહેલા સોમવારે મેધાલય અને મિઝોરમના મુખ્યપ્રધાને રાજનાથ સિંહથી ભેટ કરી હતી, પરંતુ તેના પછી બંનેએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.
તે પહેલા નાગરિકતા સુધારણા બિલ પર મેધાલયના મુખ્યપ્રધાન કોનરાડ એ સંગમાએ NDAના સમર્થનને ફરી પરત લેવાની વાત કહી છે. તેઓએ જણાવ્યું કે કેંન્દ્ર સરકાર નાગરિકતા સુધારણા બિલ લઇ આવી છે. તો તે NDA સાથે ગઠબંધન ખત્મ કરી નાખે. સુચિત બિલ હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ માનવામાં આવે છે.
આ બિલને લઇને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફધાનિસ્તાનના 6 મુસ્લિમ લઘુમતી સમૂહોના લોકોને ભારતીય નાગરિકતા મેળવવા માટે જે બાધાઓ આવે છે, તેને દુર કરવા આ જોગવાઈ કરવામાં આવી છે.