ETV Bharat / bharat

સુશાંતના મોતની આગાહીનો ઘટનાક્રમ - સુશાંતસિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત તરફ ધ્યાનપૂર્વક નજર કરીએ, તો એક રીતે તેનું મોત આગાહીભર્યો ઘટનાક્રમ હતો. ટ્વિટર પર તેના ડિસ્પ્લે પિક્ચર તરફ નજર કરો – તારાઓથી છલકાતું અંધકારભર્યું આકાશ. 1889માં વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાનગોગે આ ચિત્ર તૈયાર કર્યું હતું અને તેના એક વર્ષ પછી તેણે જીવનનો અંત આણ્યો. 3જી જૂને સુશાંતે છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી હતી, જેમાં તેણે 2002માં મૃત્યુ પામનાર તેની માતાની તસવીર સાથે સંવેદનશીલ કવિતા પોસ્ટ કરી હતી.

ો
સુશાંતના મોતની આગાહીનો ઘટનાક્રમ
author img

By

Published : Jun 20, 2020, 11:00 AM IST

હૈદરાબાદઃ 34 વર્ષની વયે આટલી સિદ્ધિ મેળવવી એ હર કોઇનું ગજું નથી, પણ આ અઠવાડિયે જ જીવનનો અંત આણનારા સુશાંતે તે કરી બતાવ્યું. જાણે આટલું પૂરતું ન હોય, તેમ તેણે કરેલી અગિયાર ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોના અંતે પણ તે મોતને જ ભેટે છે, જેમાં 2013માં આવેલી તેની પ્રથમ ફિલ્મ કાઇ પો છે!નો પણ સમાવેશ થાય છે. ફિલ્મનું કાયમ માટે યાદ રહી જાય તેવું દ્રશ્ય, જેમાં પ્રસન્નચિત્ત ઇશાન (સુશાંત) સૂર્યાસ્ત સમયે ચાલી રહ્યો છે, તે ખુશ છે કે તેના આશ્રિત અલી હાશ્મીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. દિગ્દર્શક અભિષેક કપૂરે હેતુપૂર્વક ઇશાનના પાત્રના મોતનો નિર્ણય લીધો હતો, જે ફિલ્મ જેના પર આધારિત છે, તે ચેતન ભગતના પુસ્તક ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ કરતાં જુદો હતો. અભિષેક કપૂર ફિલ્મના સૌથી લોકપ્રિય થયેલા પાત્રનો અંત દર્શાવીને ગોધરા હત્યા કાંડ અને ગુજરાતનાં રમખાણો સમયની પીડા તથા ક્રૂરતા બહાર લાવવા માંગતા હતા.

દિનેશ વિજન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રાબતા (2017)માં, તેનો એક અવતાર મૃત્યુ પામે છે, જ્યારે બીજા – શિવ કક્કડને યુવતી ડૂબી જવાથી બચાવી લે છે. ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂરની દુર્ઘટના પર આધારિત ફિલ્મ કેદારનાથ (2018)માં સુશાંત તીર્થાળુઓને પીઠ પર ઊંચકીને મંદિર સુધી પહોંચાડતા એક મુસ્લિમ યુવકનું પાત્ર ભજવે છે, જે મંદિરના પૂજારીની દીકરીના પ્રેમમાં પડે છે. પોતાની પ્રેમિકા તથા અન્યોના જીવ બચાવવા માટે તે હેલિકોપ્ટરમાં પોતાની જગ્યા બીજાને આપી દે છે. છેલ્લા દ્રશ્યમાં ધરતીના પેટાળમાં ગરકાવ થતાં પહેલાં તે પોતાના બંને હાથ પોતાના પ્રિય અભિનેતા શાહરૂખ ખાનની માફક પહોળા કરે છે. હવે, જ્યારે વાસ્તવિકતા આપણી નજર સામે તરવરી રહી છે, ત્યારે સુશાંતનું આ દ્રશ્ય જોવું ઘણું મુશ્કેલ છે.

અભિષેક ચૌબે દ્વારા દિગ્દર્શિત ડાકૂની સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મ સોનચિડિયા (2019)માં, તેનું પાત્ર લાખના એક હીરોને છાજે, તે રીતે મોતને સ્વીકારે છે. સુશાંતના મોત બાદ અભિષેક ચૌબેએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ફિલ્મમાં લાખના વૈકલ્પિક જીવનનું વિઝન ધરાવે છે, તે ક્ષણે મારા દિમાગમાં તદ્દન અલગ અર્થ ધારણ કર્યો છે, તેણે તેનો પોતાનો જીવ લીધો છે.”

તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ છિછોરેમાં તેનો પુત્ર જીવનથી હતાશ થઇ ગયો છે. ફિલ્મનો એક વિડિયો હવે વાઇરલ થયો છે, જેમાં સુશાંત એક પિતા તરીકે તેના પુત્રને કહે છેઃ ''હમારા રિઝલ્ટ નહીં ડિસાઇડ કરતા કી હમ લૂઝર હૈં કી નહીં, તુમારી કોશીશ ડિસાઇડ કરતી હૈ."

અને જે લોકો તેની રિલીઝ ન થયેલી છેલ્લી ફિલ્મની આશા સેવી રહ્યા છે, તેઓ આ વખતે પણ નિરાશ થશે. ‘ધી ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની ઓફિશિયલ રિમેક 'દિલ બેચારા'માં છોકરા અને છોકરીને કેન્સર છે. લગભગ આખી ફિલ્મમાં છોકરી ગંભીર રીતે બિમાર રહેતી હોવા છતાં અંતમાં આશ્ચર્યજનક રીતે છોકરાનું મૃત્યુ નીપજે છે.

ફિલ્મમાં મૃત્યુ એ દર્શકોની સંવેદના મેળવવા માટેનો એક શક્તિશાળી માર્ગ છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનની કારકિર્દી તેનું ઉદાહરણ છે. એક અંદાજ અનુસાર, શાહરૂખ ખાન તેની 17 ફિલ્મોમાં મૃત્યુ પામે છે, જ્યારે અમિતાભ બચ્ચનને 27 ફિલ્મોમાં મૃત્યુ પામતો બતાવાયો છે. બંનેનાં અંતિમ શ્વાસ લેતાં કેટલાંક દ્રશ્યોમાં અમિતાભ અને શાહરૂખે દર્શકોની વાહવાહી પણ પ્રાપ્ત કરી છે. જેમકે, દીવાર (1975)માં માતાના ખોળામાં માથું મૂકીને મૃત્યુ પામતો અમિતાભ અને દેવદાસ (2002)માં શાહરૂખનું નાટ્યાત્મક મોત, જેમાં પારોના રોલમાં ઐશ્વર્યા રાય હવેલીના દરવાજા તરફ દોડી રહી છે અને પાછળ તેની સાડીનો પાલવ સળગી રહ્યો છે. અંતે દરવાજા બંધ થઇ જાય છે. આ દ્રશ્યો ભારે લોકપ્રિય થયાં હતાં.

સુશાંત સિંહ રાજપૂત તેજસ્વી પ્રતિભા ધરાવતો હતો. તે સ્વામી વિવેકાનંદનાં સુવાક્યો જેટલી સહેલાઇથી ટાંકતો હતો, તેટલી જ સહેલાઇથી તે એસ્ટ્રોફિઝિસિસ્ટ્સનાં નિવેદનો ટાંકી શકતો હતો. શામક દાવરના ડાન્સ ગ્રૂપમાં બેક-અપ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હોવાથી પીડા અને સંઘર્ષથી તે સારી પેઠે વાકેફ હતો. સાથે જ, તે પ્રસિદ્ધિ અને જીવનની ક્ષણભંગુરતાથી પણ વાકેફ હતો. કદાચ એટલે જ, સ્પોટલાઇટ, હાથમાંથી સરી ગયેલી ફિલ્મો, જૂઠાં વચનો અને ગુમાવેલી તકોને કાયમ માટે પાછળ છોડીને ડિસેમ્બર, 2018માં રૂમીને ટાંકીને તેણે ટ્વીટ કર્યું હતું, એક પડછાયાની માફક, હું છું અને હું નથી.

-કાવરી બામઝાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.