નવી દિલ્હીઃ લદ્દાખ સીમા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને ચીનની સેનાઓ એલએસીથી પાછળ હટવા માટે સહમત થયા છે. ભારતીય સેનાના સૂત્રોએ લખ્યું કે, ચીની સેનાએ તે સ્થાનોથી 1-2 કિલોમીટર પીછે હટ કરી છે, જ્યાં બંને પક્ષોની વચ્ચે તણાવ ઓછો કરવા અને અલગ થવાની સહમતિ બની હતી.
સમાચાર એજન્સી અનુસાર, અહીં કોર કમાન્ડર સ્તરની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. સૈન્ય સૂત્રો અનુસાર ચીની પક્ષમાં ટેન્ટ, વાહન અને સૈનિકોને હટાવવામાં આવ્યા છે. સૈન્ય સૂત્રો અનુસાર ચીનના ભારે બખ્તરબંધ વાહન ગલવાન નદીના ક્ષેત્રમાં અત્યારે હાજર નથી. ભારતીય સેના સતર્કતાની સાથે સ્થિતિની સમીક્ષા કરી રહી છે.
પૂર્વી લદ્દાખનો ભૂગોળ
લદ્દાખની ઉંચાઇ પર સ્થિત 'રેગિસ્તાન' કહેવામાં આવે છે અને પૂર્વી લદ્દાખના વિસ્તાર તિબ્બતી પઠારથી જોડાયેલા છે. પેંગોંગ ત્સો ઝીલ અને ગેલવાન નદી ઘાટી 14,000 ફુટની ઉંચાઇ પર સ્થિત છે અને હૉટ સ્પ્રિંગનો વિસ્તાર લગભગ 15,500 ફુટ છે. વર્તમાનમાં આ જ ત્રણ ક્ષેત્રોમાં ચીનની સાથે તણાવની સ્થિતિ બની છે.
વધુમાં જણાવીએ તો લદ્દાખની ગલવાન ઘાટીમાં 15-16 જૂન દરમિયાન રાત્રે બંને દેશોના સૈનિકોની વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. જેમાં એક કર્નલ સહિત 20 સૈન્યકર્મી શહીદ થયા હતાં. મોડી રાત્રે સૈન્ય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કહેવામાં આવ્યું હતું કે, ચીની પક્ષમાં 43 લોકો માર્યા ગયા હતાં. અમેરિકી જાસુસી વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગલવાનમાં થયેલી હિંસક ઝડપમાં ચીની સેનાના એક કમાન્ડર સહિત 35 લોકો પણ માર્યા ગયા હતાં.