નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેની સરહદ પર હિંસક અથડામણ બાદ તણાવ વધ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન ભારત સાથે આ મુદ્દાને નિષ્પક્ષ રીતે હલ કરવા માટે સંમત થયો છે. ભારતીય વિદેશ પ્રધાને ચીનને એક કડક સંદેશ આપ્યો હતો કે, ગલવાનમાં જે બન્યું તે ચીન દ્વારા પૂર્વ-આયોજિત હતું છે, જે એક પછી એક બનતી ઘટનાઓ માટે જવાબદાર છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગયીએ કહ્યું કે, સરહદ વિવાદ માટે જવાબદાર લોકોને કડક સજા કરવામાં આવશે. ચીનના વિદેશ પ્રધાને પોતાના સૈનિકોને અંકુશમાં લેવાની વાત કરી છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ 6 જૂને કમાન્ડરોની બેઠકમાં થયેલા કરારને પ્રામાણિકતા અને ઇમાનદારીથી અમલ કરવો જોઈએ. બંને પક્ષના જવાનોએ દ્વિપક્ષીય કરાર અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને LACનું સન્માન કરવું જોઈએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશ પ્રધાન જયશંકરે ચીનના વિદેશ પ્રધાન સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગંભીર ઘટનાઓથી દ્વિપક્ષીય સંબંધો પર ખરાબ અસર પડશે. ચીન દ્વારા કરવામાં આવેલા કાર્યની સમીક્ષા કરે અને સુધારાત્મક પગલા લે.