નવી દિલ્હી: લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની સેનાની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ભારતીય અધિકારી અને 20 જવાનો શહીદ થયા હતા. જેને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ હુમલો પૂર્વ આયોજિત હતો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન પણ સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કેન્દ્રીય પ્રધાન શ્રીપદ્દ નાયકનો વીડિયો શેર કરી ટ્વિટ કરતા કહ્યું કે, સરકાર ઉંઘમાં જેની કિંમત આપણા શહિદ જવાનોએ ચૂકવવી પડી છે.