ETV Bharat / bharat

ચીને માંસ-મચ્છી બજારનું નિયમન અને નિયંત્રણ કરવું જ જોઈએ: એરિક સૉલ્હૈમ - માંસ-મચ્છી બજાર

હાર્વર્ડ યુનિવર્સિટીના એક તાજા અભ્યાસે વાયુ પ્રદૂષણનો લાંબા સમયથી સંપર્ક અને કૉવિડ-૧૯થી મૃત્યુ વચ્ચે સહસંબંધ સ્થાપિત કર્યો છે જે વિશ્વમાં ૩૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ૨૧મા ક્રમે રહેલા ભારત જેવા દેશ માટે ગંભીર પરિણામો આપી શકે છે. અભ્યાસ જણાવે છે કે પ્રદૂષિત શહેરોમાં રહેતાં લોકો કૉવિડ-૧૯ના સૌથી વધુ શિકાર છે કારણકે તેમનું શ્વસનતંત્ર અને હૃદય પ્રણાલિ નબળાં છે જે ભારતની ગંભીર વાયુ ગુણવત્તા કટોકટીને જોતાં ગંભીર ચિંતાનો વિષય છે.

EX UN Environment Chief
એરિક સૉલ્હૈમ
author img

By

Published : May 16, 2020, 2:55 PM IST

નવી દિલ્હીઃ રોગચાળાના અંધકારની વચ્ચે, પૃથ્વી ગ્રહ માટે તે પોતાને જાળવે અને પોતાને સાજી કરે તેની આશા જાગી છે, તેમ સંયુક્ત રાષ્ટ્રોના પર્યાવરણ કાર્યક્રમના પૂર્વ કાર્યકારી નિર્દેશક એરિક સૉલ્હૈમે કહ્યું હતું. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વાતચીતમાં, સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ અંડર સેક્રેટરી જનરલે કહ્યું હતું કે કોરોના વાઇરસ ફાટી નીકળ્યો તે પહેલાં પૃથ્વી જેટલી હતી તેના કરતાં અત્યારે વધુ હરિયાળી છે. તેમણે સૌર અને પવન ઊર્જાને સસ્તા વિકલ્પો તરીકે ગણાવતા કહ્યું હતું કે ઇલેક્ટ્રિક કંપનીઓ કોલસાથી આ વિકલ્પો તરફ એક કારણ સાથે વળી રહ્યા છે અને ભારત તે તરફ વધુ ને વધુ વળી રહ્યું છે તે માટે તેમણે ભારતની પ્રશંસા કરી હતી.

ચીને માંસ-મચ્છી બજારનું નિયમન અને નિયંત્રણ કરવું જ જોઈએ: એરિક સૉલ્હૈમ

"આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. ભારતે દર્શાવ્યું છે કે તે વાઘ અને વન્યજીવનની વધુ સારી કાળજી લઈ શકે છે. વિશ્વમાં ભારતના સૌર ઊર્જાની સૌથી ઓછી કિંમત છે. ભારત પહેલો દેશ છે જેનું આસામમાં સંપૂર્ણ સૌર રેલવે મથક છે, કેરળમાં સંપૂર્ણ સૌર વિમાનમથક છે, નવી દિલ્હીમાં એક મેટ્રો મધ્ય પ્રદેશમાંથી સૌર ઊર્જાના આધેર ભવિષ્યમાં સૌર આધારિત બનશે. તો આ અનેક હકારાત્મક ચીજો છે. આપણે સંયુક્ત માનવતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ જ્યાં આપણે તમામ સમસ્યાઓ એક સાથે ઉકેલી શકીએ છીએ," તેમ સૉલ્હૈમે નૉર્વેના ઑસ્લોમાંથી બોલતા જણાવ્યું હતું.

રોગચાળો ફાટી નીકળ્યા પછી ચીનમાં વન્યજીવન અને માંસ-મચ્છી બજારો આસપાસની ચર્ચા વિશે પૂછાતાં, સૉલ્હૈમે કહ્યું હતું કે તે ચિંતાનો વિષય બની રહે છે અને ચીને તેમનું નિયમન અને નિયંત્રણ કરવું જ પડશે. "ચીને કથિત માંસ-મચ્છી બજારોનું તેઓ કરે છે તે કરતાં વધુ નિયમન અને નિયંત્રણ કરવાની જરૂર છે. તેમણે વન્ય પ્રાણીઓના સર્વ ગેરકાનૂની વેપારને અટકાવવાની જરૂર છે. આ નિર્ણયો સર્વોચ્ચ રાજકીય સ્તરે થતા હોય છે અને તેમનો અમલ કરવાની જરૂર છે. માંસ-મચ્છી બજારો માત્ર ચીનમાં જ નથી પરંતુ વિશ્વનાં અન્ય ભાગોમાં પણ હોય છે. પરંતુ ચીનમાં તેઓ ખૂબ જ લોકપ્રિય અને મોટાં છે જે ચેપનું કેન્દ્ર હોઈ શકે છે," તેમ સૉલ્હૈમે કહ્યું હતું.

"કટોકટીની બરાબર પહેલાં ચીને બે અગત્યના નિર્ણયો કર્યા જેની વૈશ્વિક અસરો છે. એક, હાથી દાંતની બધી આયાત અટકાવવાની જેની આફ્રિકાના હાથીઓ માટે જીવનને વધુ સારું બનાવવા માટે વિશાળ અસર છે. તેનું કારણ એ છે કે હાથી દાંતનું ઓછું બજાર છે. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કચરાની આયાત અટકાવવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમે વિશ્વની કચરાપેટી અને આ બધા કચરાની પ્રક્રિયા બનવા નથી માગતા. કૃપા કરીને તમારી કાળજી લો. ચીન પછી ભારતે પણ આવો જ નિર્ણય કર્યો અને એશિયાના વિયેતનામ તેમજ અન્ય દેશોએ પણ આવો નિર્ણય લીધો છે જેની ખૂબ જ મોટી હકારાત્મક વૈશ્વિક અસર થશે. જ્યારે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુરોપે તેના પોતાના કચરાની કાળજી લેવી પડશે," તેમ તેમણે ચીનના વન્યજીવન અંગે વિવાદાસ્પદ વ્યવહારના મુદ્દે ઉમેર્યું હતું.

જોકે તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે વાઇરસના ઉદ્ભવ વિશે દોષારોપણની રમત આ વૈશ્વિક જન આરોગ્ય પડકારના સામૂહિક ઉકેલો શોધવા પરથી ધ્યાન હટાવી દેશે. "આપણા માટે જરૂરી છે કે ચીન અને અમેરિકા યુરોપ અને ભારત અને અન્ય બધા સાથે નિકટથી મળીને એકસાથે કામ કરે અને આનો ઉકેલ શોધે. હું બિલ ગેટ્સની એ વાત સાથે સંમત છું કે આ કાદવ ઊછાળ આપણને સામાન્ય ઉકેલો શોધવાથી વિચલિત કરી રહ્યો છે. આપણે તેમાંથી બહાર આવવાની જરૂર છે. માનવના ઇતિહાસમાં સર્વાધિક જીવલેણ ફ્લુ એવો સ્પેનિશ ફ્લુ અમેરિકાના કેન્સાસથી શરૂ થયો હોય તેવી પૂરી સંભાવના છે. કોઈએ એવો દાવો નથી કર્યો કે તેના માટે અમેરિકા પર દોષારોપણ કરાવું જોઈતું હતું. આથી આપણે આ કાદવ ઊછાળમાંથી બહાર નીકળવું જોઈએ અને સામાન્ય ઉકેલો શોધવા જોઈએ," તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

સૉલ્હૈમે કહ્યું હતું કે ભારતે અને ચીને એશિયા અને વિશ્વમાં આગળ વધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે અને વડા પ્રધાન મોદી અને પ્રમુખ શી અગત્યના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. કૉવિડ-૧૯ યુગમાં પર્યાવરણના હેતુઓને પહોંચી વળવા ભારતમાં કયા ક્ષેત્રો પર ધ્યાન અપાવું જરૂરી છે અને કયા પ્રકારનું પ્રોત્સાહનની જરૂર છે તે વિશે પ્રશ્નો પૂછાતાં, સૉલ્હૈમે જવાબ આપ્યો હતો કે ભારતે અર્થતંત્રને સ્થિર બનાવતી હરિયાળી વસૂલી માટે દક્ષિણ કોરિયામાંથી પ્રેરણા લેવાની જરૂર છે. "હું ભારતને ભલામણ કરીશ કે તે ૨૦૦૮ની આર્થિક કટોકટી પછી સૌથી સફળ નમૂનાઓ પૈકીનું એક છે તેવા એશિયાના નાના પણ પડોશી દક્ષિણ કોરિયા તરફ જોવાની જરૂર છે. દક્ષિણ કોરિયા ૨૦૦૮ની કટોકટીમાંથી બહાર આવનાર સૌથી વધુ સફળ રાષ્ટ્ર હતું. તે બીજા કોઈ પણ ઔદ્યોગિક રાષ્ટ્રો કરતાં વધુ ઝડપી બહાર આવ્યું હતું. બધાં રાષ્ટ્રોમાં તે સૌથી વધુ હરિયાળી રિકવરી છે. દક્ષિણ કોરિયાની ૮૦ ટકા રિકવરી હરિયાળાં ક્ષેત્રોમાં કરાઈ હતી અને તેણે નોકરીઓ સર્જવામાં મદદ કરી," તેમ તેમણે કહ્યું હતું.

નૉર્વેના પૂર્વ પર્યાવરણ પ્રધાને એ વાતને પણ રેખાંકિત કરી કે મેડિકલ કચરાના રિસાઇકલિંગ પર આગળ વધવું તે વધુ સ્વસ્થ ગ્રહ બનવા માટે અગત્યનો પડકાર છે. "આપણે કટોકટી પછી પ્લાસ્ટિકના રિસાઇકલિંગને પ્રાથમિકતા આપવાની છે અને સર્વ પ્રકારનાં મેડિકલ સાધનોનું રિસાઇકલિંગ કરવાની પણ જરૂર છે. અહીં મુખ્ય બાબત ઉત્પાદકની જવાબદારી છે. જે કંપનીઓ પ્લાસ્ટિક અને અન્ય સાધનને બજારમાં લાવે છે તેઓ પ્લાસ્ટિક અને અન્ય મેડિકલ ચીજોના રિસાઇકલિંગને આર્થિક સહાય માટે પણ જવાબદાર હોવાં જોઈએ," તેમ તેમણે કહ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ રાજદૂતે અમેરિકા-ચીન વચ્ચે કાદવ ઊછાળ જેવા બાહ્ય સંઘર્ષો તેમજ ભારતમાં સાંપ્રદાયિક હિંસા જેવાં આંતરિક સંઘર્ષો કોરોના કટોકટીના ઉકેલો શોધવામાં મહત્ત્વની ચિંતા હોવાનું રેખાંકિત કર્યું હતું.

"પર્યાવરણની વધુ સારી કાળજી લઈને વિશ્વને ઓછી ગરીબીવાળું વધુ સારું સ્થળ બનાવવા માટે આ કોરોના વાઇરસ કટોકટીમાંથી બહાર કાઢવાની આપણી પાસે વિશાળ તક છે. બે વિરોધી બળો છે. એક અમેરિકા અને ચીન છે અને સર્વ મોટી સત્તાઓ તેમનો સમય સંઘર્ષમાં એકબીજા પર દોષારોપણ કરવામાં તેમનો સમય વ્યતિત કરે છે, તેઓ ઉકેલોને વધુ જટિલ બનાવે છે. અને રાષ્ટ્રોમાં આંતરિક સંઘર્ષો ઉકેલોને વધુ જટિલ બનાવે છે. ભારતમાં એ વધુ અગત્યનું છે કે સમસ્યાો માટે હિન્દુઓ મુસ્લિમો પર દોષારોપણ ન કરે અને મુસ્લિમો હિન્દુઓ પર દોષારોપણ ન કરે પરંતુ હિન્દ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, શીખો અને તમામ સમૂહોને લાભ કરાવી શકે તેવો સંપૂર્ણ ભારતીય ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. સંઘર્ષ ઘટાડવો એ ઉકેલની ચાવી છે," તેમ સૉલ્હૈમે કહ્યું હતું.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.