ETV Bharat / bharat

સોનુ સૂદની લોકસેવાથી પ્રભાવિત થઈ બે બાળકોએ પોતાનું પીગી બેન્ક તોડ્યું - latest news tihar

કોરોના મહામારીમાં લાગું કરાયેલા લોકડાઉનમાં અનેક લોકોની મદદ કરીને ફિલ્મી વિલેનમાંથી હકીકતો હીરો બનેલા સોનુ સૂૂદથી બે બાળકો પ્રભાવિત થયા છે. જેમણે અભિનેતાની જેમ જ લોકોની મદદ કરવા માટે પોતાની પિગી બેન્ક તોડી નાખ્યું છે અને પોતાના પૈસા સોનુ સૂદને આપવાનું નક્કી કર્યુ છે.

સોનુ સૂદની લોકસેવાથી પ્રભાવિત થઈ બે બાળકો પોતાનું પિગી બેન્ક તોડ્યું

author img

By

Published : Jul 31, 2020, 7:31 PM IST

દિલ્હીઃ કોરોનાના કારણે લાગું કરાયેલા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી હતી. તેમજ અનેક લોકોએ પણ પોતાનાથી બનતી મદદ કરી રહ્યાં હતા. જેમાંથી એક લોકપ્રિય અભિનેતા સોનુસૂદ પણ હતો.જેને અનેક પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી. અભિનેતાની આ વાતથી પ્રેરિત થઈને બે બાળકોએ પોતાનું પિગી બેન્ક તોડીને બચાવેલા પૈસા સોનુસૂદને આપવાનો નિર્ણય કર્યો છે.

પિગી બેન્ક તોડીને સોનુ સૂદને આપશે પૈસા

તિહાડ ગામના ભાઈ-બહેન કોરોના દરમિયાન સોનુ સૂદને લોકોની મદદ કરતાં જોઈને પ્રભાવિત થયેલા બાળકોએ પણ લોકો સુધી મદદ પહોંચાડવા માટે પોતાનું પિગી બેન્ક તોડી નાખ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના બચાવેલા પૈસા સોનુસૂદને આપવાનું નક્કી કર્યુ હતું.

આ અંગે વાત કરતાં ભાઈ-બહેને કહ્યું હતું કે,તેઓ આ પૈસા સોનુ સૂદને આપશે. જેથી તેમના પૈસાનો ઉપયોગ લોકોની મદદ થઈ શકે.

સોનુ સૂદ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "તેઓ ભલે ફિલ્મમાં વિલેનનું પાત્ર ભજવતા હોય પણ વાસ્તવિક જીવનમાં તેઓ હીરો છે. તેમણે અનેક લોકોની મદદ કરી છે. એટલે અમને થયું કે, અમારે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. અમારા પિગી બેન્કમાંથી આશરે 30 હજાર રૂપિયા નીકળ્યા છે. જે અમે સોનુ સૂદને જ આપીશું."

નોંધનીય છે કે, સોનુ સૂદે મુંબઈમાં ફાસયેલા પરપ્રાંતિય મજૂરોને તેમને રાજ્યમાં પહોંચાડ્યાં હતા. સાથે જ એક બરોજગાર પરિવારની બે દીકરીઓને ખેતરમાં કામ કરવા માટે ટ્રેક્ટર પણ ગીફ્ટ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.