નવી દિલ્હી: CBSE એ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના બાળકોને પોતાના મુજબ કેન્દ્ર પસંદ કરવાની રાહત આપી છે. જેને લઇ CBSEના પરીક્ષા નિયંત્રક ડો.સંયમ ભારદ્વાજે એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું કે, જેમના પિતા દેશની રક્ષા કરતા શહીદ થયા છે. તેમને પરિક્ષામાં જરૂરી વ્યવસ્થા આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શહીદોના બાળકો પોતાની ઘર કે શહેરની પાસે પરીક્ષા કેન્દ્ર પંસદ કરી તેમને આપવામાં આવેલા કેન્દ્રથી બદલી શકશે. આ સિવાય જો તે બાળક કોઇ કારણોથી પરીક્ષા ન આપી શક્યું તો તે ફરીથી એપ્રિલમાં પરીક્ષા આપી શકે છે.
આ બાળકોને પોતાની શાળામાં 31 જાન્યુઆરી સુધી જણાવવું પડશે. તો આ સાથે જ જો બાળકો કોઇ અન્ય વિષયને પણ પરીક્ષામાં સામેલ કરવા માંગતા હોય તો તેઓને આ સુવિધા આપવામાં આવશે.