નવી દિલ્હીઃ કોવિડ-19ને કારણે લોકડાઉન દરમિયાન ઘણી સંસ્થાઓ અને અનેક જરૂરિયાતમંદોને મદદ કરવા માટે લોકો બહાર આવ્યા હતા. એક નામ જે ખૂબ પ્રખ્યાત થયું તે છે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ. સોનુ સૂદના કામથી તિહાડ ગામના બે બાળકો એટલા પ્રભાવિત થયા હતા કે, તેઓએ પિગી બેંક તોડી નાખી હતી અને હવે તે પૈસા સોનુ સૂદને આપશે.
તિહાડ ગામના આ બંને ભાઇ-બહેન દીક્ષા અને લક્ષ્ય બોલિવૂડના અભિનેતા સોનુ સૂદ દ્વારા લૉક-ડાઉનમાં ગરીબ લોકોની મદદથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે પિગી બેંક તોડી નાખી હતી અને તે કહે છે કે, તે આ પૈસા અભિનેતાને આપશે જેથી તેઓ જરૂરતમંદોની મદદ કરી શકે. તેમનું કહેવું છે કે તે ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે એક હીરો છે. ત્યારે જ તેમણે આટલા લોકોને મદદ કરી છે. આ બાળકોએ તેમની પિગી બેંક તોડી અને આશરે 30 હજાર રૂપિયા મેળવ્યાં હતાં. આ વાત તેઓએ તેમના પિતાને કહી હતી. બાળકોએ કહ્યું હતું કે પૈસા ફક્ત સોનુ અંકલને મોકલવામાં આવશે જેથી તેઓ વધુ સારું કામ કરી શકે.
સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને લોકડાઉન દરમિયાન તેમના રાજ્ય મોકલ્યા હતા. આ નેક કામ કર્યા પછી સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં સોનુ સૂદને ઘણી પ્રશંસા મળી હતી.