ETV Bharat / bharat

રાજસ્થાનમાં કોરોના કહેર, CM અશોક ગેહલોતે PM મોદીને પત્ર લખી મદદ માગી

27 માર્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાનને પત્ર લખીને રાજ્યોની આર્થિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. જેમાં તેમણે લખ્યું કે, રાજસ્થાનની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે. જેથી વહેલી તકે પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ કોવિડ -19 વિશે ઘણા સુધારા વિશે પણ સૂચન કર્યો હતાં.

CM GEHLOT
CM GEHLOT
author img

By

Published : Apr 7, 2020, 8:35 AM IST

જયપુરઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે, મહેસૂલમાં થયેલા મોટા ઘટાડાને કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

આર્થિક સ્થિતિ જોતાં રાજસ્થાન સરકારે માર્ચ મહિના માટે રાજ્યના કામદારોના પગારને આંશિક સ્થગિત કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે દ્વારા જરૂરી પગલાં લેવા જોઈએ.

CM અશોક ગેહલોતે પત્રમાં લખ્યું હતું કે, દેશના તમામ રાજ્યોને 1 લાખ કરોડની ગ્રાન્ટ સહિત આર્થિક પેકેજ ટૂંક સમયમાં જાહેર થવું જોઈએ. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ તાજેતરમાં વેઝ અને મીન્સ એડવાન્સની મર્યાદામાં 30 ટકાનો વધારો કર્યો છે, પરંતુ ખાસ કટોકટીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારોને વ્યાજ મુક્ત વેઝ અને મીન્સ એડવાન્સની સુવિધા પ્રદાન કરવી જોઈએ. જેથી તેઓ કોવિડ -19 રોગચાળાને વધુ અસરકારક રીતે હલ કરી શકે.

27 માર્ચે વડાપ્રધાનને મોકલેલા પત્રમાં આપેલા સૂચનોનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે, રાજ્યો અપેક્ષા રાખે છે કે કેન્દ્ર RBI અને અન્ય નાણાકીય સંસ્થાઓની તમામ લોન ચૂકવશે, જે આગામી સમયમાં આવનાર છે. પુનઃ ર્ગઠન કરતી વખતે, વ્યાજ મુક્ત ધોરણે ઓછામાં ઓછા 3 મહિનાની મુદત પૂરી પાડે છે. આ ઉપરાંત ભારત સરકારના કક્ષાએ રાજ્યોના વિકાસ માટે લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આ ઉપરાંત ગેહલોતે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની હિલચાલ માટે સ્પષ્ટ અને પારદર્શક આંતર-રાજ્ય પુરવઠા ચેન પ્રોટોકોલ લાગુ કરવો જોઈએ. અન્ય રાજ્યોના મજૂરો વિવિધ રાજ્યોમાં ફસાયેલા છે.

મુખ્યમંત્રીએ મનરેગા હેઠળ નોંધાયેલા અને સક્રિય મજૂરોને 21 દિવસના એડવાન્સ પગારની ચુકવણી ધ્યાનમાં લેવા વિનંતી પણ કરી હતી. તેમણે સૂચન આપ્યું કે, મનરેગા સાઇટ પર કામ શરૂ થયા પછી કામદારો દ્વારા કરવામાં આવતા કામથી અગાઉથી ચૂકવણી ગોઠવી શકાય છે. ગેહલોતે રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઇ સંઘીયતાના મૂલ્યોને મજબૂત કરવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે કોવિડ -19 રોગચાળા સાથે સંકલન અને ઊર્જાસભર રીતે વ્યવહાર કરવા માટે સંઘીયતાની ભાવનાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.