શુક્રવાર રાત સુધીમાં એક એક કરીને તમામ ધારાસભ્યો જયપુરની હોટલમાં પહોંચી ગયા હતા. રાજસ્થાન કૉંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે પણ જયપુર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના જ છે. રાજસ્થાનમાં કૉંગ્રેસની સત્તા હોવાથી મહારાષ્ટ્રના ધારાસભ્યોને ત્યાં લઈ જવાયા છે.
આ પહેલા કર્ણાટકના ધારાસભ્યોને પણ માઉંટ આબુ લવાયા હતા.