નવી દિલ્હી: ઉતર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં 27 લોકોના મોત થયા છે. તેમજ આ હિંસક ઘટનામાં આશરે 200 લોકો ઘાયલ થયા છે, ત્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ઉતર પૂર્વી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ હિંસક ઘટનામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરી છે. આ પહેલાં કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કહ્યું હતું કે, દિલ્હીના લોકો હિંસા ઇચ્છતા નથી. આ હિંસા 'આમ આદમી' દ્વારા કરવામાં આવી નથી. આ હિંસા કોઇ અસામાજિક, રાજનીતિક અને બાહ્ય તત્વો દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં હિન્દુ અને મુસ્લિમ કયારેય લડવા માંગતા નથી.
હેડ કોન્સ્ટેબલ રતનલાલની મોત પર કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કહ્યું હતું કે, 'હું દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને આશ્વાસન આપવા માગું છું અને અમે તેમની સંભાળ લઈશું.