પૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમે ટ્વીટ કરતાં લખ્યુ હતું કે, ' ગૃહમંત્રીએ શાહીન બાગથી મુક્તિ મેળવવાના નામે મત માગ્યા છે. પરંતુ જે લોકો ગાંધીનો તિરસ્કાર કરે છે એ લોકો જ શાહીન બાગથી મુક્તિ મેળવવા માગે છે'
તેમણે એમ પણ લખ્યુ છે કે, ' શાહીન બાગ મહાત્મા ગાંધીના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. શાહીન બાગથી મુક્તિ મેળવવાનો મતલબ અહિંસા અને સત્યાગ્રહથી મુક્તિ મેળવવી છે'
આ પહેલા પી. ચિદમ્બરમે કહ્યુ હતું કે, વિરોધનું સ્તર વધારવું જોઈએ.