સામાન્ય કેદીઓની જેટલી જ સુવિધા મળશે ચિદમ્બરમને
પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ તિહાડ જેલમાં જેલવાસ ભોગવશે. તેમને કોઈ વિશેષ સુવિધા મળશે કે નહીં? તેના જવાબમાં જેલ મહાનિર્દેશક સંદીપ ગોયલે મીડિયાને જણાવ્યુ હતું કે, 'જેલ એ જેલ છે. અમે માત્ર અદાલતના આદેશનું પાલન કરીએ છે. જેલમાં આવેલા કોઈ પણ કેદી અમારા માટે એકસમાન છે. જેલના નિયમ પ્રમાણે જે સગવડો આપવાની હશે તે જ મળશે.'
પુસ્તક, ચશ્મા, ટીવી, વેસ્ટર્ન ટૉયલેટ અને....
પી.ચિદમ્બરમને જેલમાં દવાઓ, ચશ્મા, વેસ્ટર્ન ટૉયલેટ, પુસ્તક અપાશે. તેમની સુરક્ષાનું પણ ધ્યાન રખાશે. ચિદમ્બરમના વકીલ કપિલ સિમ્બલની અરજી પર કોર્ટે આ સુવિધા આપવાની મંજૂરી આપી છે.
700 જેટલા કેદીઓની વચ્ચે રહેશે ચિદમ્બરમ
તિહાડ જેલ નંબર 7માં લગભગ 700 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે. જેમાં સૌથી વધારે કેદીઓ મહિલા સંબધી ગૂનાઓના દોષિતો છે. આ જ જેલમાં હંમેશા નાણાકીય છેતરપીંડી સંબધી ગુનાઓના આરોપીઓને પુરવામાં આવે છે. જેલ મહાનિર્દેશક સંદીપ ગોયલે ભલે કહ્યુ હોય કે, ચિદમ્બરમને જેલ નંબર 7માં રખાશે. પરંતુ શક્યતા છે કે, ચિદમ્બરમને બીજી જેલમાં પણ શિફ્ટ કરી શકાય. આ આખી પ્રક્રિયા ગુપ્તતાપૂર્વક થઈ શકે છે.