જયપુર : રાજસ્થાનમાં ચાલી રહેલા સત્તા સંગ્રામ વચ્ચે 19 બળવાખોર ધારાસભ્યોને નોટીસ ફટકારવામાં આવી છે. જ્યારે સચિન પાયલટ ભાજપમાં ન જોડાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ કહેવાનું શરૂ કર્યું છે કે, પાયલટ માટે હજુ રસ્તો બંધ થયો નથી.
રાજસ્થાનમાં ચોથા દિવસે પણ રાજકીય ધમાસણ ચાલું છે. પાયલટ ખેમેને નોટીસ ફટકારતા ધારાસભ્ય ચેતન ડૂડીએ કહ્યું કે, જે ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. તે તમામ નોટીસમાં બંધારણની કલમ મુજબ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. તમામ ધારાસભ્યોને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 3 દિવસમાં તમામ ધારાસભ્યો નોટિસનો જવાબ આપશે. ધારાસભ્ય જવાબ આપશે. ત્યારબાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ડૂડીએ કહ્યું કે એવું કંઈ નથી કે, બધા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હજી પણ વાતચીત ચાલી રહી છે. ડૂડીએ કહ્યું કે મને લાગે છે કે ,સચિન પાયલોટ પ્રેસ કોન્ફરન્સ યોજવાના હતા. તે પ્રેસ કોન્ફરન્સ પણ પાઇલટે કરી નથી.જેથી સમાધાનની આશા જોવા મળી રહી છે.
તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સનો સમય હજી સચિન પાયલોટ દ્વારા નક્કી કરવામાં આવ્યો નથી. જેનાથી સ્પષટ થાય છે કે, જે વાતચીતના પરિણામો સકારાત્મક આવશે.ડૂડીએ દાવો કર્યો કે, જે અમારા સાથે છે અને સચિન પાયલટ જેવા મોટા નેતાઓ છે. તે તમામ નેતાઓ અને પાયલટ પણ ટુંક સમયમાં અમારી સાથે આવનારા છે. ડૂડીએ હોટલમાં 109 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.
બીજી બાજુ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ પણ કહ્યું હતું કે,પાયલટ માટે રસ્તાઓ હજુ બંધ નથી.ટ્વિટ કરી તેમણે કહ્યું કે,ભગવાન તેમને સદ્ધબુદ્ધિ આપે અને તેમની ભુલ સમજાય.