ચેન્નાઈઃ કસ્ટમે બાતમીના આધારે દિલ્હીના નેધરલેન્ડથી આવેલા એક કુરિયરને કબજે કર્યુ હતું. જેમાંથી 3 લાખ રૂપિયાની 100 ડ્રગની ગોળીઓ મળી હતી.
ચેન્નાઈના કસ્ટમ અધિકારીઓને નેધરલેન્ડથી આવેલા આ કુરિયરમાં માદક પદાર્થ હોવાની શંકા થઇ હતી. જે બાદ અધિકારીઓએ પાર્સલ કબજે કરી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ પાર્સલમાંથી MDMAની 100 ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત 3 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
આ ગોળીઓમાં બુલ સ્ટેમ્પ્સ હતા, જેના કારણે આ ગોળીઓ સામાન્ય રીતે રેડ બુલી તરીકે પણ જાણીતી છે. આ ગોળીઓમાં MDMA પદાર્થનો દોઠસો મિલીગ્રામ ભાગ હોઇ છે. કસ્ટમે કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં, આ ગોળીઓનો ઉપયોગ કરનારા ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે એક મહિલા ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી.
જ્યારે કસ્ટમ અધિકારીઓએ પાર્સલ પર લખેલા સરનામાંની તપાસ કરી, ત્યારે તપાસમાં જાણવા મળ્યુ હતુ તે ચેન્નાઈ શહેરના અંબાત્તુરનું હતું. ચેન્નાઈ કસ્ટમ હજી તપાસ કરી રહ્યું છે કે, આ કન્સાઇમેન્ટ કોના નામ પર આવ્યું હતું. કસ્ટમ અઘિકારીઓએ આ નશીલા પદાર્થને NDPS એક્ટ 1985 મુજબ જપ્ત કર્યો હતો.