દિલ્હીઃ IGI એરપોર્ટ ટર્મિનલ -3 પાસે ડાયલ દ્વારા બનાવવામાં આવેલું ચાર્ટર્ડ ટર્મિનલ આ મહિનામાં ખુલશે. તેની સુરક્ષા માટે CISFની ટીમ તૈનાત કરવામાં આવશે અને યાત્રીઓની સુરક્ષા અને ચેકીંગ માટે 50 જવાનો તૈનાત કરવામાં આવશે.
ડાયલ દ્વારા તૈયાર કરાયેલા આ ટર્મિનલની શરૂઆત થવાથી કોર્પોરેટ ગૃહોને મોટો ફાયદો થશે હાલમાં, ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરતા VIP લોકોને પણ સામાન્ય પ્રવાસીઓ સાથે આવવુ પડતુ હતુ પરંતુ ટર્મિનલ શરૂ થવાથી VIP લોકો આ ટર્મિનલમાં આવશે.
આ ટર્મિનલથી ફક્ત ડોમેસ્ટિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પણ ચલાવવામાં આવશે, આને કારણે અહીં કસ્ટમ ક્લિયરન્સ અને ઇમિગ્રેશનની સુવિધા પણ મળશે.
કોરોનાને કારણે કોઈ અડચણ ન આવે તો આ ટર્મિનલ 15 જુલાઈ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. હાલમાં, તે અસ્થાયી રૂપમાં ચલાવવામાં આવશે અને થોડા સમય પછી તેને વધારે મોટું કરવામાં આવશે.