ભુવનેશ્વર : કોરોના વાઇરસની મહામારીના પગલે દેશ હાલમાં લોકડાઉનની સ્થિતિમાં છે. જેને લઇને કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના નિર્ણયને લઇને મંદિર ઉપરાંત મસ્જિદોને પણ બંધ રાખવાના નિર્ણયો કર્યા હતા. આ વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરતા ઓડિશામાં થતી પુરી રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી છે, પરંતુ તેમાં પણ લગાવેલા નિયમોનું પાલન કરવું પડશે.
સામાન્ય દિવસોમાં યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેના પગલે આ વર્ષે શ્રદ્ધાળુઓેનો પણ ઓછો ધસારો જોવા મળશે અને આ તકે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે.
જો કેન્દ્ર સરકાની મંજૂરીની વાત કરવામાં આવે તો તેમાં કેટલીક શરતોને આધીન આ યાત્રા સંપુર્ણ પણે યોજાશે. જેમાં યાત્રા સૌથી મોટો ઉત્સવ હોય જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થવાની હોય તેના પગલે આ વર્ષે આ યાત્રા મંદીરની સામે નહી, પરંતુ અન્યત્ર સ્થળ પર ખસેડી શકે છે. જેના પગલે લોકો વચ્ચે અંતર જળવાઇ રહે.