ETV Bharat / bharat

Covid-19ની મહામારી દરમિયાન બદલાયેલા પ્રવાહો અને તેની અસરો

author img

By

Published : Apr 28, 2020, 11:31 AM IST

વર્તમાનમાં વિશ્વ Covid-19ની મહામારી સામે લડી રહ્યુ હોવા છતા ભવિષ્ય વિશે કેટલાક એવા સવાલો છે જેના જવાબો હજુ સુધી લોકો શોધી શક્યા નથી. તેમાંનો એક પ્રશ્ન છે મહામારીની આંતરરાષ્ટ્રીય સબંધો અને ભૌગોલીક-રાજકીય વલણો પર અસરો... વિશ્વભરના દેશો જ્યારે રોગચાળારૂપી દુશ્મનની સામે લડત આપી રહ્યા છે ત્યારે આ લડત બાદ શું આંતરરાષ્ટ્રીય સબંધો અને સહકારમાં કોઈ બદલાવ આવશે કે મહામારી પહેલા હતા તેવાજ સબંધો રહેશે તે એક મોટો સવાલ છે.

ો
Covid-19ની મહામારી દરમિયાન બદલાયેલા પ્રવાહો અને તેની અસરો

કમનસીબે જવાબ છે કે, આ પરીસ્થીતિમાં કોઈ હકારાત્મક બદલાવ આવવાની આશા દેખાઈ નથી રહી. આપણે છેલ્લા એક દશકાથી ભૌગોલીક-રાજકીય સબંધોમાં જે પ્રવેગ જોઈ રહ્યા છીએ તે જ પ્રવેગ રહેશે તેવુ મનાઈ રહ્યું છે. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રને જ પ્રાથમીકતા આપવાની વધી રહેલી નીતિ પહેલેથી જ વૈશ્વિકીકરણ પર હાવી થયેલી હતી. સરહદો બંધ થઈ રહી હતી, અને હવે તેને સંપુર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. અને આ સરહદો નજીકના ભવિષ્યમાં ખુલે તેવી ખુબ ઓછી સંભાવનાઓ જોવાઈ રહી છે. યુદ્ધ અને હિંસાને નકારનારા તેમજ વિકસીત દેશોમાં સારી આર્થિક તકો શોધનારા સ્થળાંતરીત લોકો પર તેની નોંધપાત્ર અસર પડી શકે છે.

યુનાઇટેડ નેશન્સ જેવી બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કેટલીક મહાસત્તાઓના એકપક્ષી નિર્ણયને કારણે પોતાનુ વજન ગુમાવી રહી હતી એને તેમાં પણ હવે તે મહામારીની આ પરીસ્થીતિમાં પોતાનો રહ્યો સહ્યો પ્રભાવ પણ ગુમાવી શકે છે. આ પહેલા યુએસે ‘પેરીસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી’ બહાર નીકળવાનો તેમજ UNESCO જૂથમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો તેમજ રશીયાએ ‘ઇન્ટરનેસનલ ક્રીમીનલ કોર્ટ’માંથી દુર થવાનો નિર્ણય કર્યો હતો તેવી જ રીતે હવે યુએસ દ્વારા WHOમાં અપાતા ફંડને રોકી દેવુ તે પણ આ જ શ્રેણીનું વધુ એક પગલુ છે. ચીને યુએન ટ્રીબ્યુનલ સાથે સહકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને દક્ષિણ ચીન સમુદ્ર પર તેના 2016ના ચુકાદાને પણ નકારી દીધો હતો. ખુબ જ મજબુત એવુ આર્થિક સંઘ EU પણ ઇટાલી જેવા સદસ્ય રાજ્યોના પ્રતિભાવની આશા રાખી રહ્યુ હતુ.

છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સબંધોના સીદ્ધાંત તરીકે ઉદારવાદ અસ્ત થવા પર હોય તે મુદ્દા પર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચર્ચા થઈ રહી છે. દુનિયાને શાંતી તરફ લઈ જતા ત્રણ પહેલુઓ, લોકશાહી, આંતરરાષ્ટ્રીય સમુદાયો અને આર્થિક અવલંબન, પણ છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે. તો બીજી તરફ રીયાલીસ્ટ થીયરી સાર્વભૌમ રાજ્યોને જ મુખ્ય કર્તા હર્તા તરીકે જુએ છે તો બીજી તરફ કોઈ એક વૈશ્વિક મહાસત્તાની ગેરહાજરીમાં અલગ અલગ દેશો સતત તેમનો પ્રભાવ વધારી રહ્યા છે.

આપણે હાલની પરીસ્થીતિ પર નજર કરીએ અને મહામારી બાદના ભવિષ્ય પર નજર કરવાની કોશીષ કરીએ તો એક વાત સ્પષ્ટ થશે કે આગામી સમયમાં પ્રાદેશીક અને રાષ્ટ્રીય સ્તરે સત્તા માટેનો સંઘર્ષ વધુ તીવ્ર બનશે. ક્રુડઓઇલના ભાવોમાં થયેલો ધરખમ ઘટાડો ઇરાન અને ઇરાક જેવા દેશોને નબળા પાડી શકે છે અને પરીણામે આ દેશો વધુ ને વધુ અસ્થીર બની શકે છે. તેનાથી આતંકવાદ અને ઉદ્દામવાદને પણ વધુ વેગ મળી શકે છે, ખાસ કરીને એવા પ્રદેશોમાં કે જ્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓનો અભાવ છે અને જે પ્રદેશોમાં વાયરસના પ્રભાવને નિયંત્રીત કરવાની શક્તિ પણ ઓછી છે.

આગામી સમયમાં મહાસત્તા માટેની ખેંચતાણમાં પણ વધારો થશે. તાજેતરમાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન વચ્ચેનું વાક્-યુદ્ધ જોઈ ચુક્યા છીએ જેમા ટ્રમ્પે ચીનને કોરોના વાયરસની માહિતી છુપાવવાને લઈને ચેતવણી આપી છે કે જો આ માહિતી ચીને ઈરાદાપુર્વક છુપાવી હશે તો ચીને તેના પરીણામો ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે. તો બીજી તરફ ચીન વાયરસને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ રહ્યુ છે તે દર્શાવતુ એક પ્રચાર અભિયાન પણ ચીને શરૂ કર્યુ છે તો બીજી તરફ ચીને પોતાના સોફ્ટ પાવરને મજબૂત બનાવવાના ઈરાદાથી યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશોને તબીબી સાધનોની સહાય આપવાનું પણ શરૂ કર્યુ છે.

એક વાત વારંવાર કહેવામાં આવી રહી છે કે યુએસ-ચીનના સબંધો 21 મી સદી માટે નિર્ણાયક હશે. કોરોના વાયરસને કારણે હાલ આ બે દેશના સબંધો તેના સૌથી નીચેના સ્તરે છે. સીંગાપોરની લી ખુઆન યુ સ્કુલ ઓફ પબ્લીક પોલીસીના એસોસીએટ પ્રોફેસર, જેમ્સ ક્રેબટ્રીએ CNBC સાથે કરેલી ખાસ વાતચીતમાં યુએસ-ચીનના સબંધો વીશે જણાવ્યું કે, 1970 થી અત્યાર સુધીના તેમના અવલોકન પરથી તેઓ માને છે કે હાલ યુએસ-ચીનના સબંધો તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

જો કે હાલ તો યુએસ અને ચીન એક બીજા પર નીશાન સાધી રહ્યા છે પરંતુ આ બંને દેશોમાંથી એક પણ દેશ દુનિયાના અન્ય દેશનો વિશ્વાસ જીતી શક્યા નથી. કટોકટીના સમય દરમીયાન યુએસ લીડરશીપ લઈ શક્યુ નથી. આ ઉપરાંત પોતાના દેશની અંદર પણ મહામારીનો સામનો કરવામાં સફળ સાબીત થઈ શક્યુ નથી તો બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો મહામારીને લઈને ચીન દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અને ચીને અપનાવેલા ઉપાયોને નકારી રહ્યા છે તેમજ ચીનની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને જે માહિતી આપવામાં આવી છે તેના પર નિષ્ણાંતો સવાલ ઉઠાવી રહ્યા છે.

હાલ બધાજ દેશો નબળા પડી રહ્યા છે અને વૈશ્વિક સહકારનો અભાવ છે ત્યારે વિશ્વ મલ્ટીપોલારીટી તરફ ધકેલાઈ શકે છે. ભારત જેવા દેશો કે જેઓ મહામારીનો સામનો કરવામાં અસરકારક રીતે સફળ રહ્યા છે તેમને અનેક તકો મળી શકે છે અને આ પરીસ્થીતિ તેમના માટે ફાયદાકારક સાબીત થઈ શકે છે.

તેમાંનુ એક ક્ષેત્ર છે ઉત્પાદનનું ક્ષેત્ર. દુનિયાના દેશોએ અનુભવ્યુ કે ગ્લોબલ સપ્લાઈ ચેઇન માટે ચીન પર વધુ પડતો આધાર રાખવો ખતરારૂપ સાબીત થઈ શકે છે અને માટે શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે ઉત્પાદન ક્ષેત્રે ચીન અત્યાર સુધી જે એકાધિકાર ભોગવતુ આવ્યુ છે તેમા હવે બદલાવ આવે. જાપાને ચીન સાથેના વ્યાપારીક સબંધોમાં રોક લગાવવાનું નક્કી કર્યુ છે અને અન્ય દેશો પણ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. જોકે આ નિર્ણયોની અસર લાંબા સમયે પડતી હોય છે. એક અહેવાલ પ્રમાણે મેન્યુફેક્ચરીંગ હબ વિકસાવવા માટે 1,000 જેટલી કંપની ભારત સાથે વાતચીત કરી રહી છે. જો કે તેના માટે કેટલીક નીતિઓ અને પ્રોત્સાહક પેકેજ તૈયાર કરવા પડશે પરંતુ આ પ્રકારનો બદલાવ ગેમ-ચેન્જર ચોક્કસ સાબીત થઈ શકે છે.

વિશ્વનું ભૌગોલીક-રાજકીય ભવિષ્ય હવે પહેલા જેટલુ સરળ હશે નહી. ફ્રાન્સના વિદેશમંત્રીએ ‘લે મોંડે’ નામના સમાચારપત્રમાં આપેલા નિવેદનમાં આ પરીસ્થીતિનુ સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે, “મને લાગે છે કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી પડી રહેલી સત્તાઓના સાક્ષી બની રહ્યા છીએ. જુદી જુદી રીતે મહાત્તાઓ વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલતી હતી તેમાં હાલની મહામારી ખેંચતાણ માટેનું વધુ એક કારણ બન્યુ છે. મને ડર છે કે મહામારીના અંત પછી સત્તા માટેની ખેંચતાણની સ્થીતિ વધુ ખરાબ બનશે.”

મહામારીને કારણે આવનારી મુસીબતો તરફ આંગળી ચીંધતા ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે કે આ મહામારીને માત આપવા માટે રાષ્ટ્રના ભેદભાવો ભુલીને વિશ્વસ્તરે દરેક દેશોને એક થવાની જરૂર છે પરતુ આ એક સંવેદનશીલ સુચન છે અને હકીકત એ છે કે સ્વ-બચાવ અને સત્તા માટેની લડાઈમાં નૈતિકતાની આવી વાતો ભાગ્યે જ ટકી શકતી હોય છે.

- લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડ્ડા

(ભૂતપુર્વ નોર્ધન કમાન્ડ ચીફ અને 2016માં થયેલી સર્જીકલ સ્ટ્રાઈકના લીડર)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.