વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારતા અને પ્રસંશા કરતા કહ્યું હતું છે કે, ‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. તમે ચિંના ન કરો, હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. આપણે આગળ વધીશું. ખૂબ ખૂબ અભિનંદન.’
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લુરુ પહોંચ્યા હતા. મોદી સાથે ક્વિઝ જીતનાર સમગ્ર દેશમાંથી 70 બાળકો પણ હતાં. મિશનના છેલ્લા કલાકોમાં ઇસરો ચીફ સિવને કહ્યું કે, અત્યાર સુધી બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું છે.
ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. આ વિક્રમ લેન્ડરમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવવાની શક્યતાઓ હતો. ચંન્દ્ર પર આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયાનું યાન બીજા ભાગમાં ઉતરી ચૂક્યા છે. ભારત માટે પડકાર એ હતો કે, ભારતે દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરવાની યોજના હતી.
ચંદ્રયાન-2ના ડેટાનું વૈજ્ઞાનિકો વિશ્લેષણ કરી રહ્યા છે. જોકે, સવારે 8 વાગ્યે યોજાનારી ISROની પત્રકાર પરિષદ રદ કરી દેવામાં આવી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઇ દેશના યાન નથી.