PM મોદીએ વધુમાં જણાવ્યું કે, માનવ પ્રગતિને આગળ લઈ જવા ભારત દ્વારા પોતાના અંતરિક્ષ કાર્યક્રમમાં નવીનતા અને આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવાનો શરૂ રાખશે. તેઓ ચંદ્રયાન-2 મિશનની બાબતે દુનિયાભરનાં નેતાઓના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.
મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ટ્વીટ કરતાં જવાબ આપ્યો કે, માનવ પ્રગતિને આગળ લઈ જવા ભારત દ્વારા તેના અંતરિક્ષ કાર્યક્રમમાં નવીનતા અને આધુનિક ટેકનિકનાં ઉપયોગમાં અમારો પ્રયાસ ચાલુ રહશે. વધુમાં મોદીએ મોરિશસના રાષ્ટ્રપતિ પ્રવિંદ કુમાર જગન્નાથના ટ્વીટનો જવાબ આપતાં કહ્યું કે, ભારત મોરિશસ જેવા મિત્ર દેશોની સાથે તેની વિકાસ યાત્રાઓનાં અનુભવોને શેર કરતો રહશે. અને હંમેશા આવુ કરવા માટે તૈયાર રહશે.