ETV Bharat / bharat

કોવિડ-19 રોગચાળા વચ્ચે ચૂંટણી યોજવાના પડકારો

author img

By

Published : Jun 27, 2020, 9:07 PM IST

વિશ્વભરમાં ઓછામાં ઓછા 66 દેશો અને પ્રદેશોએ કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય અને પેટા રાષ્ટ્રીય ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ઓછામાં ઓછામાં 22 દેશોએ રાષ્ટ્રીય ચૂંટણી અને લોકોનો મત લેવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

ETV BHARAT
કોવિડ-19 રોગચાળા વચ્ચે ચૂંટણી યોજવાના પડકારો

કોવિડ 19નું વૈશ્વિક નિરીક્ષણઃ ચૂંટણી પર અસર

21 ફેબ્રુઆરી 2020થી 21 જૂન 2020 સુધીઃ વિશ્વભરમાં ઓછામાં ઓછા 66 દેશો અને પ્રદેશોએ કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય અને પેટા રાષ્ટ્રીય ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ઓછામાં ઓછામાં 22 દેશોએ રાષ્ટ્રીય ચૂંટણી અને લોકોનો મત લેવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

ઓછામાં ઓછા 34 દેશો અને પ્રદેશોએ COVID-19 ને લગતી ચિંતાઓ હોવા છતાં મૂળ યોજના મુજબ રાષ્ટ્રીય અથવા પેટા રાષ્ટ્રીય ચૂંટણીઓ લેવાનું નક્કી કર્યું છે, જેમાં ઓછામાં ઓછી 19 રાષ્ટ્રીય ચૂંટણીઓ અથવા લોકમત યોજાઇ રહી છે (સ્રોત: આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે લોકશાહી અને ચૂંટણી સહાય)

ભારતમાં આગામી ચૂંટણીઓ

ભારતીય ચૂંટણી પંચની ચિંતાનું મોટુ કારણ એ છે કે, બિહારની આગામી વિધાનસભાની ચૂંટણીઓ ( જે 29મી નવેમ્બર 2020 સુધીમાં પૂર્ણ થવી જોઇએ, પશ્ચિમ બંગાળ ( 30મી 2021, આસામ (31મી મે 2021), કેરળ (1 જૂન 2021), તમીલનાડુ ( 24મી મે 2021) અને પોંડીચેરી ( 8 જૂન 2021) સુધીમાં પૂર્ણ કરવાની છે.

મતદાન અંગે બંધારણીય શક્યતાઓ

વિપરીત સંજોગોમાં રાજ્યસભાની ચૂંટણીઓ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકાય છે. પરતુ, ભારતીય બંધારણની કલમ 85 (1) અને બંધારણીય અનુચ્છેદ 174 (1) હેઠળ ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માત્ર 6 મહિના સુધી જ મુલતવી રાખી શકે છે.

ચૂંટણીના સમયગાળાને વધારવા માટે હવે નિર્ણય એક્ઝિક્યુટિવ કોર્ટમાં છે. જેમાં 2 ચૂંટણી લંબાવવા માટે 2 સંભાવનાઓ છે.

પ્રથમ વિકલ્પમાં કલમ 172 (1) હેઠળ કટોકટીની સ્થિતિ દરમિયાન ઇમરજન્સી હટાવ્યા બાદના 6 મહિનાની મુદ્દત બાદ એક વર્ષ સુધી મુલવતી રાખી શકાય છે. પરંતુ, આ સ્થિતિ માત્ર કટોકટી જાહેર થાય તો જ શક્ય બને. ખાસ કરીને દેશની સુરક્ષાને લઇને કોઇ જોખમ હોય પછી ભલે રોગચાળો હોય કે ન હોય. બીજો વિકલ્પ રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા કરવાનો છે. જેમાં બંધારણની કલમ 356 (1) હેઠળ આ શક્ય બને છે. પણ સુપ્રીમ કોર્ટ અનેક વાર આ બાબતે અનેકવાર વ્યાખ્યા આપે છે.

દક્ષિણ કોરિયા

રોગચાળા વચ્ચે દક્ષિણ કોરિયાએ 44 મિલિયન મતદારો સાથે રાષ્ટ્રીય ચૂંટણી હમણાં પૂર્ણ કરી છે. જે ઇલેક્શન કમિશન માટે પ્રેરણાદાયી છે. જેમાં ચૂંટણીની કડક માર્ગદર્શિકા હેઠળ 28 વર્ષનું સૌથી લધુ 66.2 ટકા મતદાન સાથે સૌથી સફળ ચૂંટણી રહી.

ઇલેક્શન કમિશન વિધાનસભાની 300 સભ્યોની ચતુવાર્ષિક ચૂંટણીઓમાં સરકારના સફળ થયેલા રોગ નિયંત્રણના પગલાઓની નકલ કરી રહ્યુ છે. જેમાં મતદારોને માસ્ક, ગ્લોવ્ઝ પહેરવા, સામાજીક અંતર જાળવવા અને મતદાન કરતા પહેલા તાપમાન તપાસ કરવી જરુરી છે. જે લોકો સ્ક્રીનિંગમાં પાસ થશે તે મતદાન કરી શકશે. તો ક્વોરન્ટાઇન થયેલા લોકો પોસ્ટ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

2019ની સામાન્ય ચૂંટણીનું નિરીક્ષણ

અમેરિકા અને યુરોપિયન યુનિયનની સંયુક્ત વસ્તી કરતા પણ વધુ એટલે કે લગભગ 900 મિલિયન મતદાતાઓ વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા હતા. લોકસભાની 17મી ચૂંટણીમાં ઓછામાં ઓછા 2354 રાજકીય પક્ષો ભારતના ઇલેક્શન કમિશનમાં રજીસ્ટ્રર થયા હતા. જો જેમાં તેમાંથી ફક્ત 543 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી.

ભારતીય ચૂંટણી પંચે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીને યોગ્ય રીતે કરવા માટે ચૂંટણી સમયે હિંસાની રીતે સંવેદનશીલ ગણાતા નિર્ણાયક મતદાન મથકોની ઓળખ કરી હતી. જ્યાં સાત કેન્દ્રીય અર્ધ લશ્કરી બળો અને પોલીસ દળના 50 હજારથી વધારે સુરક્ષા જવાનોને સાત તબક્કાની ચૂંટણીના સમયગાળા દરમિયાન દેશભરમાં તૈનાત કરાયા હતા.

ચૂંટણીમાં હિંસાથી સૌથી વધુ સંવેદનશીલ હોય તેવા તેવા વિસ્તારોમાં (1) જમ્મુ કાશ્મીર, અને (2) રેડ કોરીડોર હતા. તો રાજકીય હિંસાની દ્રષ્ટ્રિએ પૂર્વોતર રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ અને કેરળ બે રાજ્યો હતા.

ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 20 મે 2019 સુધીમાં દેશભરમાંથી કુલ રુ.3456 કરોડ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ (ડ્રગ્સ, દારૂ , સોના-ચાંદી વગેરે) જપ્ત કરવામાં આવી હતી. જે દિવસની સરેરાશ 60 કરોડની હતી.

પરિણામે, ચૂંટણીઓ યોજવી એ એકમાત્ર રસ્તો છે. બીજી નોંધ એ પણ લેવી પડે કે મહામારી સમાન બિમારીની સ્થિતિમાં ચૂંટણી યોજનાર ભારત એકમાત્ર દેશ નહી જ બને.

ચૂંટણીની પ્રક્રિયાને ફરીથી તૈયાર કરવા સમય આવી ગયો છે.

હાલ કોરોના સક્રમણની સ્થિતિની ધ્યાનમાં રાખીને આગામી કેટલાંક મહિનાઓ જાહેરમાં માસ્ક પહેરવાના નિયમમાં કોઇ છુટછાટ આપવામાં આવે તેવી શક્યતા નથી. ત્યારે મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા સમયે માસ્ક ફરજિયાત કરવુ પડશે. જો કે, તેમની ઓળખની પુષ્ટી કરવા માટે તેમણે માસ્કને હટાવવુ પડશે.

સ્થાનિક સ્તરે પ્રતિનિધીઓને ચૂંટણીમાં ચાર મહિનાથી ઓછા સમયમાં ચૂંટવા સમયે મતદાન મથકની બહાર લાઇનો લગાવતા મતદારોને માસ્ક પહેરવુ પડશે.

સ્થાનિક મંડળના પ્રતિનિધિઓને ચાર મહિનાથી ઓછા સમયમાં ચૂંટવા માટે મતદાન મથકની બહાર કતાર લગાવતી વખતે કોઈને ફેસ માસ્ક પહેરવો પડી શકે છે. પરંતુ મતદાન કરતા પહેલા, તેમણે મતદાન કરતી વખતે COVID-19 આરોગ્ય અને સામાજિક અંતરના પ્રોટોકોલ જાળવવા ઉપરાંત, મતદાન અધિકારીઓને પોતાનો ચહેરો જાહેર કરવા માટે માસ્કને હટાવી લેવા પડશે. તો સામાજીક અંતર અને આરોગ્યના મામલાને ખાસ તકેદરી રાખવી પડશે.

મતદાન અધિકારીઓ સાથે ઉપલબ્ધ, મતદારોના ફોટો ઓળખ ઓળખકાર્ડ અને ફોટો આધારિત મતદારોની સૂચિ સાથે તેમના ચહેરાની ચકાસણી કરીને દરેક મતદારની ઓળખ સુનિશ્ચિત કરવાની રહેશે. પીવાના પાણી ઉપરાંત મતદાન મથકો પર હેન્ડ સેનિટાઇસર્સ આપવાની રહેશે

મતદાન મથકે કોઈપણ પગલાની ભરતા પહેલાં, આયોગ ચોક્કસ ધારધોરણ સાથે આરોગ્ય અને તબીબી નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને રાજ્ય અધિકારીઓ સાથે સર્વસંમતિ સર્જવા માટે પણ આવા ધારાધોરણો પર ચર્ચા કરવામાં આવશે. તે વ્યાપક પરામર્શ પછી હશે કે જરૂરી ધોરણો લાગુ કરવામાં આવશે.

મતદાનને લઇને આવનારા પડકારા

ચૂંટણી યોજવા માટે નવી પ્રથાઓ, આરોગ્યનાં પગલાં અને સામાજિક ધારાધોરણોનું પાલન કરવું ફરજિયાત બની શકે છે. જો કે તે એક વાસ્તવિક પડકાર છે કારણ કે પહેલીવાર એવું થશે કે ભારતમાં ગીચ વસ્તી સાથે આ પ્રકારના પગલાં લેવાની જરૂર ઉભી થઇ છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે COVID19 રોગચાળાની અસર બે વર્ષ સુધી ટકી શકે છે. આટલા લાંબા સમય સુધી ચૂંટણીઓને રોકવી તે લોકશાહી અને સંઘવાદની ભાવના વિરુદ્ધ હશે, જે બંધારણના મૂળ ઘટકો છે. ત્યારે ભારત, એક વિશાળ અને સુસ્થાપિત લોકશાહી ધરાવતો દેશ છે અને આ કટોકટીમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે સૌથી મોટો પડકાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.