વયોવૃદ્વ છગનલાલની આંગળીઓ ભલે નાજુક અને કરચલીવાળી હોય પણ તેઓ આજે પણ ચીવટપૂર્વક કામ કરી શકે છે. શીશમનાં લાક્ડા તરીકે જાણીતે લાક્ડામાંથી તેઓ કાંસકા બનાવે છે. તેમણે દાવો કર્યો છે કે, પ્લાસ્ટિક કરતા લાકડાના કાંસકા અનેક રીતે ચડિયાતા અને ઉત્તમ છે. તે ખરતા વાળ અટકાવવામાં મદદરૂપ બને છે.
છગનલાલ અસંખ્ય ડિઝાઈનમાં લાકડાના કાંસકા બનાવે છે. જેમાં અલગ અલગ પક્ષીઓ, માછલીઓ સહિતના આકારના કાંસકા હોય છે. તેની કિંમત 50 રૂપિયાથી 150 રૂપિયા સુધીની હોય છે.
છગનલાલની આ કળાના ઘણા દિગજ્જો સાક્ષી રહી ચુક્યા છે. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પણ આ કળાને જીવંત રાખવા બદલ તેમની પ્રશંસા કરી છે.