હૈદરાબાદ: કેન્દ્રીય ટીમે શનિવારે તેલંગાણાના ગચીબોવલી સ્થિત TIMS હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. પંચાયતી રાજ વિભાગના કમિશનર રઘુનંદન રાવ, રંગારેડ્ડી જિલ્લાના અધિક કલેક્ટર પ્રતિક જૈન, આરોગ્ય વિભાગના મેનેજર ડો. રમેશ રેડ્ડી અને GHMC કમિશનર રવિ કિરણે TIMSની વિગતો કેન્દ્રીય ટીમને રજૂ કરી હતી.
કેન્દ્રીય ટીમે (IMCT))શનિવારે તેલંગાણાના ગચીબોવલી સ્થિત તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર (TIMS) હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના મેનેજર ડૉ. રમેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાથી સંતુષ્ટ છે.
સેન્ટ્રલ ટીમને પંચાયતી રાજ વિભાગના કમિશનર રઘુનંદન રાવ, પ્રિતિક જૈન, જિલ્લા અધિક કલેકટર રંગારેડી, આરોગ્ય વિભાગના મેનેજર ડૉ.રમેશ રેડ્ડી અને GHMCકમિશનર રવિ કિરણે TIMSની વિગતો કેન્દ્રિય ટીમને રજૂ કરી હતી.
નોંધનીય છે કે, તેલંગણા રાજ્ય સરકારે ગચીબોવલી હોસ્પિટલ માટે 6.30 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ભંડોળને હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવ્યું છે.આ
આ ઉપરાંત હોસ્પિટલને રૂપિયા 18.50 કરોડની ફાળવણી પહેલાથી જ મંજૂર કરવામાં આવી છે. દવા અને આરોગ્ય મંત્રાલયે તેને વધારવાનો આદેશ જારી કર્યો છે.