નવી દિલ્હી: કેન્દ્ર સરકારના વકીલ ગૌરાંગ કાંતે દિલ્હી હાઇકોર્ટની ચીફ જસ્ટિસ ડીએન પટેલને પત્ર લખીને નિઝામુદ્દીનના આલમી મરકજ મસ્જિદમાં ધાર્મિક આયોજન કરવા માટે સંજ્ઞાન લેવાની માગ કરી છે. પત્રમાં ધાર્મિક આયોજન કરનારા તલબીગ-એ-જમાત મરકજ અને આ આયોજનમાં સામેલ થનારા લોકો વિરુદ્ધ કાર્યવાહીની કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
પત્રમાં લાપરવાહી કરનાર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય માર્ચમાં થયેલા ધાર્મિક આયોજનમાં ચીન, ઇન્ગલેન્ડ, દુબઇ વગેરે દેશમોમાંથી ભાગ લેવા આવ્યા હતા.
વધુમાં જણાવાયું હતું કે, આયોજનમાં ભાગ લેનારા લોકોમાંથી 6 લોકોના મોત તેલંગાણામાં થયા હતા અને કાશ્મીરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કેટલાક લોકો આ ધાર્મિક આયોજનથી પરત ફર્યા બાદ અલગ અલગ રાજ્યોમાં ગયા છે. તો આ લોકોમાંથી કેટલાક લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. દિલ્હી સરકારે આદેશનો ઉલ્લંઘન કરનાર લોકો પર કાર્યવાહી કરવાની માગ છે. દિલ્હી સરકારે 16 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર પાંચ લોકોથી વધારે એક સ્થાને ભેગા નથી થઇ શકતા તે સૂચના આપી હતી. જે બાદ પણ દિલ્હી સરકાર અને તેમના અધિકારીઓની લાપરવાહીના કારણે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રમાં એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, દિલ્હી સરકારની આ બેજવાબદારપણુ ક્ષમાને પાત્ર નથી. તેથી કોર્ટ આ મામલે કડક કાર્યવાહી કરશે.