ETV Bharat / bharat

દિલ્હી અંગેનું કેન્દ્ર સરકારનું સેરો સર્વેનું પરિણામ આવ્યું, 23.48 ટકા લોકો કોરોનાથી સંક્રમિત - Ministry of Health and Family Welfare commissioned a Sero-Surveillance study

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છતાં પણ દિલ્હીમાં કોરોના સ્થાનિક સ્તરે ફેલાઇ રહ્યો છે. રાજધાનીમાં 21,000 થી વધુ ઘરોમાં સેરો સર્વે કરાવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ સર્વેમાં દિલ્હીના 23.48 ટકા લોકોને કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 26 જૂનથી 6 જુલાઇની વચ્ચે દિલ્હીના તમામ જિલ્લાઓમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

સીરો સર્વેનું પરિણામ આવ્યું
સીરો સર્વેનું પરિણામ આવ્યું
author img

By

Published : Jul 21, 2020, 4:32 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છતાં પણ દિલ્હીમાં કોરોના સ્થાનિક સ્તરે ફેલાઇ રહ્યો છે. રાજધાનીમાં 21,000 થી વધુ ઘરોમાં સેરો સર્વે કરાવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ સર્વેમાં દિલ્હીના 23.48 ટકા લોકોને કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 26 જૂનથી 6 જુલાઇની વચ્ચે દિલ્હીના તમામ જિલ્લાઓમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

જૂનના બીજા પખવાડિયામાં, જે રીતે કોરોના કેસમાં વધારો થયો તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે તમામ બાબાતોને ધ્યાનમાં રાખીને દિલ્હી સેરોલોજિકલ સર્વે કરાવાવમાં આવ્યો. કોરોના ચેપ કયા ક્યા વિસ્તારોમાં સૌથી વધારે ફેલાયો છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

26 જૂનથી 6 જુલાઇ દરમિયાન એન્ટિબોડી પરીક્ષણ માટે કુલ 21387 નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે સેરો સર્વેમાં જાણવા મળ્યું કે 23.48 ટકા લોકો કોરોનાગ્રસ્ત હતા અને સારવાર બાદ સાજા થયા છે. કેટલાક સ્થળોએ આ આંકડો 25 ટકાથી વધુ હતો.

સેરો સર્વેનો આ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે જારી કર્યો છે. સેરો સર્વે 26 જૂનથી 6 જુલાઈ વચ્ચે થયો હતો. તેને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને દિલ્હી સરકારે મળીને કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.