ETV Bharat / bharat

દિલ્હી રમખાણોમાં પકડાયેલા લોકોની યાદી જાહેર કરવા અંગે કેન્દ્ર બે દિવસમાં જવાબ આપે: હાઈકોર્ટ - ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોની તપાસ

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દિલ્હી રમખાણોમાં જે લોકોની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમની યાદી સાર્વજનિક કરવાની માગ કરતી CPM નેતા વૃંદા કરાતની અરજી પર બે દિવસમાં જવાબ દાખલ કરે. આ મામલે 21 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે.

દિલ્હી રમખાણોમાં પકડાયેલા લોકોની યાદી જાહેર કરવા અંગે કેન્દ્ર બે દિવસમાં જવાબ આપે: દિલ્હી હાઈકોર્ટ

author img

By

Published : Jul 13, 2020, 4:44 PM IST

નવી દિલ્હીઃ CPM નેતા વૃંદા કરાતે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે રમખાણોમાં જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની યાદી જાહેર ન કરીને કલમ 41C નું ઉલ્લંઘન કર્યું છે. કયા અપરાધ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણવાનો તેમને હક છે. જેથી તેઓ પણ કાયદાકીય મદદ લઇ શકે.

દિલ્હી પોલીસ આરોપીઓના નામ ગુપ્ત રાખી રહી છે જેથી તેમના પરિવારજનો જામીન અરજી પણ દાખલ કરી શકતા નથી. વૃંદા કરાતે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ દ્વારા આ મામલે ધરપકડ કરાયેલા અડધા લોકો રસ્તા પર ઉભા હતા. આ દલીલો બાદ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને આ મામલે 2 દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

18 જૂને થયેલી સુનાવણીમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોમાં થયેલી તમામ FIR ની વિગતો સંવેદનશીલ છે. તેમાં ફરિયાદ કરનારા અને સાક્ષીઓની માહિતી છે જે જાહેર કરવામાં આવે તો કેસની તપાસ પર અસર થઇ શકે છે. યાદી ગુપ્ત રાખવાથી સાંપ્રદાયિકતા જળવાઇ રહેશે અને આરોપીઓના અધિકારોનું હનન નહિ થાય.

જ્યારે FIR ને લગતી ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે તેની એક પ્રત આરોપીઓને આપવામાં આવે જ છે અને તમામ આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવે તેમને તમામ કાયદાકીય સલાહ આપવામાં આવતી જ હોય છે.

વૃંદા કરાતની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓને તેમના પરિજનો સાથે મળવા દેવામાં આવતા નથી. FIR અને તેમની ધરપકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો તેમને મેલ અથવા વ્હોટ્સએપ માં મળે તેવી વ્યવસ્થા થવી જોઇએ. 24 માર્ચ બાદ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તે તમામ લોકોના નામનો ખુલાસો થવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.