ETV Bharat / bharat

રામ મંદિર ટ્રસ્ટને મળ્યું પહેલું દાન, મોદી સરકારે આપ્યો 1 રૂપિયો - અયોધ્યા રામ મંદિર

અયોધ્યામાં 'વિશાળ અને ભવ્ય' રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર એ બુધવારે 15 સભ્યોના સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની મુદ્દત પુરી થયાના ચાર દિવસ પહેલા લોકસભામાં સંબોધન કરતા ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ પછી ટ્રસ્ટને કેન્દ્ર તરફથી 1 રૂપિયાનું રોકડ દાન પણ મળ્યું છે, જે ટ્રસ્ટને મળેલું પહેલું દાન છે.

ram tempal
મોદી સરકારે રામ મંદિર ટ્રસ્ટને પહેલું દાન આપ્યું
author img

By

Published : Feb 6, 2020, 10:39 AM IST

Updated : Feb 6, 2020, 10:49 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી અયોધ્યામાં વિશાળ અને ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 સભ્યોના એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની સમય મર્યાદા ખતમ થવાના ચાર દિવસ પહેલા લોકસભામાં સંબંધોન કરતા ટ્રસ્ટની જાહેરાત કરી હતી, ત્યારબાદ ટ્રસ્ટને કેન્દ્ર તરફથી એક રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. જે ટ્રસ્ટને મળેલું પહેલું દાન છે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મંજૂરી મળ્યાના થોડા સમય બાદ PM મોદીએ રામ મંદિર નિર્માણની યોજના અને તેના માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટની રચનાની જાહેરાત લોકસભામાં કરી હતી. PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશના કરોડો લોકોની જેમ આ વિષય તેમના દિલની નજીક છે. જેના વિશે વાત કરવી મારા માટે એક મોટું સૌભાગ્ય છે. પ્રધાનમંડળનો નિર્ણય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ગત 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા મુજબ છે. જે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે અમારી સરકારે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર વિશાળ અને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે એક યોજનાને સ્વીકૃતિ આપી છે.

PM મોદીએ વધુમાં કહ્યુ્ં કે, મંદિરનું નિર્માણ કાર્યની દેખરેખ રાખવા માટે શ્રીરામ જન્મૂભમિ તીર્થ ક્ષેત્ર નામનું એક ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની પાસે રામ મંદિર નિર્માણ અને તેના સાથે જોડાયેલા વિષયો પર સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો અધિકાર હશે. ટ્રસ્ટની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીમાં હશે. કેન્દ્રએ ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટીઓના નામોની જાહેરાત પણ કરી દીધી છે. જેમાં વરિષ્ઠ વકીલ કે. પરાસરણ, જગદગુરુ શંકરાચાર્ય, જ્યોતિષપીઠાધીશ્વર સ્વામી વાસુદેવનંદ સરસ્વતીજી મહારાજ, જગદગુરૂ માધવાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ, યુગપુરુષ પરમાનંદજી મહારાજ, સ્વામી ગોવિંદદેવગીરીજી મહારાજ અને વિમલેન્ડ મોહન પ્રતાપ મિશ્ર સામેલ છે.

આ ઉપરાંત અન્ય પણ હશે. જેમાં અયોધ્યાથી હોમિયોપેથિક ડૉક્ટર અનિલ મિશ્રા, અનુસૂચિત જાતિના સભ્ય તરીકે પટનાથી કે. ચૌપાલ અને નિર્મોહી અખાડાની અયોધ્યા બેઠકથી મહંત દિનેન્દ્ર દાસ સામેલ છે. બે મુખ્ય હિન્દુ નોમિનેટ સભ્યોના નામો પર પ્રતિનિધિમંડળના સભ્યો બહુમતથી નિર્ણય લેશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલાનો ચુકાદો આપતાં કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે, હિન્દુઓના પવિત્ર શહેરમાં નવી મસ્જિદના નિર્માણ માટે મુખ્ય સ્થળ પર પાંચ એકરનો એક વૈકલ્પિક પ્લોટ આપવામાં આવે.

Last Updated : Feb 6, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.