ETV Bharat / bharat

યુમનાને સાફ રાખવા હવે CCTVથી નજર રાખવામાં આવશે - યમુના નદીમાં ગંદકી

કેન્દ્ર, રાજ્ય સરકાર અને અનેક સંસ્થાઓના તમામ દાવા છતાં યમુનાના પ્રવાહમાં કચરો સતત નાખવામાં આવી રહ્યો છે. આ અંગે અનેક નવા સવાલો ઉભા થઇ રહ્યા છે. જેથી હવે CCTV સર્વેલન્સથી લોકો પર નજર રાખવામાં આવશે.

યુમનાની સફાઇ
યુમનાની સફાઇ
author img

By

Published : Aug 2, 2020, 9:53 PM IST

નવી દિલ્હી: યમુના નદીમાં સતત ગંદકી વધી રહી છે. એનજીટીના તમામ કડક આદેશો હોવા છતાં, યમુનામાં હજી પણ લોકો કચરો ઠાલી રહ્યા છે. જ્યાં યમુનામાં ફેક્ટરીઓનો અને બાંધકામના કામનો કચરો તેમાં જોઇ શકાય છે.

દિલ્હીના અનેક સ્થળોએ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ સાઉથ એશિયન નેટવર્ક ઓન ડેમ, રિવર એન્ડ પીપલની (SANDRP) સાથે ગયા અઠવાડિયે યમુનાનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ પછી જે વાસ્તવિકતા બહાર આવી છે તે આઘાતજનક છે. મયુર વિહાર પુલ નજીક, યમુનામાં આશરે 8000 ચોરસ મીટર વિસ્તારમાં કચરાની બેથી ચાર ફૂટ ઉંચી પરત બની ગઇ હતી.

યુમનાને સાફ રાખવા હવે CCTVથી નજર રાખવામાં આવશે

સરાય કાળા ખાન પાસે યમુનામાં 20 હજાર ચોરસ ફૂટમાં કચરો જોવા મળ્યો હતો. આ NGO દ્વારા યમુનાની ગૂગલ અર્થની તસવીર પણ લેવામાં આવી છે, જે બતાવે છે કે સતત નાખવમાં આવેલા કચરાના કારણે યમુનાને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

યમુનામાં કચરો ફેંકી ન શકાય તે રીતે તમામ પ્રકારના કાયદા અને પ્રતિબંધો છે. એનજીટીએ 2015માં જ ઓર્ડર જારી કર્યો હતો કે જો યમુનામાં કચરો નાખવામાં આવશે તો 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે.

યમુનાને સંભાળવાની જવાબદારી DDAની પણ છે. હવે DDA દિલ્હીના તમામ મોટા માર્ગો પર CCTV કેમેરા લગાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.