નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. છાત્ર વિભિન્ન માધ્યમોથી પોતાના પરીક્ષાઓ પરિણામ જોઇ શકાશે. જેમાંથી સીબીએસઇની અધિકારીક વેબસાઇટ, એસએમએસ, ડીજી લોકર અને ઉમંગ એપ સામેલ છે.
આ રીતે જોઇ શકાશે પરીક્ષા પરિણામ
તમને જણાવીએ તો છાત્ર રિઝલ્ટ ઘોષિત થયા બાદ cbse.nic.in, cbseresults.nic અને results.nic.in પર જોઇ શકાય છે. આ ઉપરાંત છાત્ર આ 7738299899 નંબર પર એસએમએસ દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાનું પરીક્ષાનું પરિણામ જોઇ શકશે. સીબીએસઇ તરફથી કહેવામાં આવ્યું છે કે, પુરૂં પરિણામ શાળાના તેમના આધિકારિક મેલ આઇડી પર પણ મોકલવામાં આવશે. આ સાથે જ ધોરણ 10ની માર્કશીટ ડિજિલૉકરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત 24300699 નંબરો પર ફોન કરીને પણ રિઝલ્ટ જોઇ શકાશે.
મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી
મંગળવારે રિઝલ્ટ જાહેર થવાની માહિતી વચ્ચે એચઆરડી પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ધોરણ 10નું રિઝલ્ટ બુધવારે જાહેર થવાનું છે. પ્રધાને છાત્રો અને અભિભાવકોને પરિણામ માટે અગ્રિમ શુભેચ્છા પાઠવી હતી.