- CBSCએ ધોરણ 10 અને 12ની પરીક્ષાના તારીખ જાહેર કરી
- 4 મે થી શરૂ થશે બોર્ડની પરીક્ષા
- અભ્યાસ ક્રમમાં 30 ટકા ઘટાડો કરાયો
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSC દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા 4 મે થી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરાઇ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ.રમેશ પોખરિયાલ નિશંકએ 28 જાન્યુઆરીના રોજ CBSC દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, 2 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.
4 મે થી શરૂ થશે બોર્ડની પરીક્ષા
આ પૂર્વે પણ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થવાની જાહોરાત કરવામાં આવી હતી. ત્યારે CBSC ધોરણ 10 અને 12ની પરીક્ષા 4 મે થી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા 1 મે થી શરૂ થશે અને આ બોર્ડની પરીક્ષાઓના પરિણામ 15 જુલાઇ સુધીમાં જાહેર કવામાં આવશે. આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણન અને ઓનલાઇ થઇ રહેલા અભ્યાસના કારણે અભ્યાસ ક્રમમાં 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.