કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, તેને 7 ઓગસ્ટ 2013ના રોજ મામલાની તપાસ બંધ કરી દીધી હતી. તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો જેનાથી પિતા-પુત્ર પર કેસ કરી શકાય.
એપ્રિલમાં વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તપાસની પ્રગતિ અંગેની જાણકારી માગવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે CBI પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2007માં કેસની તપાસ CBIને સોંપી હતી.
મુલાયમ અને અખિલેશ પર શું આરોપ હતો ?
2005માં વિશ્વનાથ ચતુર્વેદીએ જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મુલાયમ યાદવ, તેમના દીકરા અખિલેશ અને વહુ ડિમ્પલ યાદવ સહિત નાના પુત્ર પ્રતીકની વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો હતો. આરોપ છે કે મુલાયમે 1999થી 2005 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન તેમણે 100 કરોડથી વધારેની સંપત્તિ ભેગી કરી હતી.