ETV Bharat / bharat

CBD ઓઇલ : સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કેસમાં નવો વળાંક - સુશાંતસિંહ રાજપૂત કેસ

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસની ચાલી રહેલી તપાસમાં રેહા ચક્રવર્તી અને જયા સાહા (સુશાંતની પૂર્વ મેનેજર) વચ્ચેનુ વોટ્સેપ ચેટ વાયરલ થયું છે. જેમાં CBD ઓઇલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને NCBએ જપ્ત કર્યો હતો. CBD ઓઇલના ઉલ્લેખથી સામાન્ય માણસને આંચકો લાગ્યો હતો.

CBD ઓઇલ : સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કેસમાં નવો વળાંક

author img

By

Published : Sep 26, 2020, 2:19 AM IST

CBD ઓઇલ ખુબ સરળતાથી ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી સામાન્ય માણસે તેને ખરીદતા પહેલા કેટલીક જાણકારી મેળવવી જરૂરી છે નહી તો કોઈ પણ માણસ તેના કારણે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ગાંજો

માણસના મગજ પર અસર કરનારા કેનાબીઝ સટિવા, કેનાબીઝ ઇન્ડિકા અને કેનાબીઝ રૂડેરલીસ તરીકે ઓળખાતા ત્રણ છોડ માટે કેનાબીઝ તરીકે ઓળખવામાં આવે છે.

આ છોડના ફુલોને લણીને તેને સુકવીને દુનિયાનો સૌથી સામાન્ય ડ્રગ બને છે. કેટલાક તેને નીંદ કહે છે, કેટલાક તેને પોટ કહે છે અને કેટલાક તેને મેરૂઆના કહે છે.

ગાંજાના ઘટકો

કેનાબીઝ 120થી વધુ ઘટકોનો બનેલો છે જેને કેનાબીનોઇડ્સ કહેવામાં આવે છે. નિષ્ણાંતો હજુ પણ એ જાણવામાં અસમર્થ છે તે તેમાંનો દરેક ઘટક સ્વતંત્ર રીતે કેવી અસર કરે છે પરંતુ તેમાંના બે ઘટક વીશે તેઓ સમજ કેળવી શક્યા છે, અને તે છે કેનાબીડીયોલ (CBD) અને ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ (THC).

CBD – કેનાબીડીયોલ. આ એક સાયકોએક્ટીવ કેનાબીનોઇડ છે તેમ છતા તે માદક પણ નથી અને નશાકારક પણ નથી એટલે કે તે વ્યક્તિના મગજને એટલી અસર કરતો નથી. મોટાભાગે તેનો ઉપયોગ બળતરા અને પીડા ઘટાડવા માટે થાય છે. તે ઉબકા, આધાશીશી, આંચકી અને અસ્વસ્થતામાં રાહત આપે છે. (એપીડિઓલેક્સ એ CBDને પહેલી અને એકમાત્ર એવી પ્રીસ્ક્રિપ્શન મેડિકેશન છે જેને ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન અથવા FDA દ્વારા માન્ય કરવામાં આવી છે. અમુક પ્રકારની વાયની બીમારીના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.)

THC – ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ. કેનાબીઝમાં આ મુખ્ય સાયકોએક્ટીવ (માણસના મગજને અસર કરનારૂ) ઘટક છે. મોટાભાગના લોકો કેનેબીઝ કે મેરૂઆનાને તેની મગજને થતી અસરને કારણે ઓળખે છે તેમાં તે અસર માટે THC જવાબદાર છે. જો કે THCની જેમ CBD એટલો તીવ્ર નથી.

જેલ સુધી પહોંચાડનારી બાબતો

શણમાંથી કાઢેલા CBD ઉત્પાદનો દેશમાં ખરીદવા અને વાપરવા કાયદેસર છે. જો કે આ ઉત્પાદનોમાં જો કોઈ ઉત્પાદનમાં THC (ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ)નું પ્રમાણ 0.3 ટકાથી વધારે હશે તો તે કેનાબીઝની કક્ષમાં ગણાશે અને તે NDPS એક્ટ પ્રમાણે ગેરકાયદેસર ગણવામાં આવશે.

ઓનલાઇન વેચવામાં આવતા મોટાભાગના ઉત્પાદનોમાં મુખ્ય સમસ્યા એ છે કે તેઓ તેમાં રહેલા કન્ટેન્ટનો ઉલ્લેખ કરતા નથી અને આ ઉત્પાદનમાં THCનું પ્રમાણ 0.3 ટકાથી વધારે છે કે ઓછુ તે જાણવાનો કોઈ બીજો રસ્તો પણ હોતો નથી.

CBD ઓઇલ

ગાંજાના છોડમાંથી CBD મેળવીને તેને નાળીયેર અથવા શણના બીજના તેલ જેવા અન્ય તેલ સાથે ભેળવીને CBD તેલ બનાવવામાં આવે છે.

આરોગ્ય અને સુખાકારીની દુનિયામાં તેનું મહત્વ વધી રહ્યુ છે અને કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ બાદ એ વાત પણ સાબીત કરવામાં આવી છે કે તે લાંબી પીડા અને અસહ્ય અસ્વસ્થતામાં રાહત પણ આપી શકે છે.

CBD ઓઇલના ફાયદા

1. પીડામાં રાહત આપી શકે છે

મેરૂઆનામાં આવેલા CBD સહિતના કેટલાક ઘટકો પીડામાં રાહત આપવા માટે જવાબદાર હોય છે. માણસના શરીરમાં એન્ડોકનાબીનોઇડ સીસ્ટમ (ECS) નામની એક ખાસ પ્રકારની સીસ્ટમ હોય છે જે ઉંઘ, ભૂખ, પીડા અને રોગ પ્રતિકારક શક્તિની સીસ્ટમની પ્રતિક્રીયા જેવા કાર્યોના નિયમન માટે જવાબદાર હોય છે. CBD એન્ડોકનાબીનોઇડ પર અસર કરીને અસહ્ય પીડા ઘટાડવામાં મદદરૂપ થાય છે અને ન્યુરોટ્રાન્સમીટર સાથે પ્રતિક્રીયા કરીને બળતરા ઘટાડવા માટે જવાબદાર બને છે.

2. અસ્વસ્થતા અને હતાશામાંથી વ્યક્તિને બહાર કાઢી શકે છે

CBD ઓઇલ અસ્વસ્થતા અને હતાશા બંન્નેની સારવારમાં મદદરૂપ થઈ શકે છે અને આ બીમારીનો સામનો કરી રહેલા ઘણા લોકોએ આ કુદરતી ઉપચારમાં રસ દાખવ્યો છે.

3. કેન્સર સબંધિત લક્ષણોને દુર કરી શકે છે

CBD કેમોથેરાપીને કારણે થતા ઉબકા અને ઉલ્ટી, કે જે કેમોથેરાપીની સૌથી સામાન્ય આડઅસરોમાંની એક છે, તેને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

4. ખીલ ઘટાડે છે

વસ્તીના 9% લોકો ખીલની સમસ્યાથી પીડિત હોય છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા વૈજ્ઞાનિક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે CBDમાં રહેલા એન્ટીઇન્ફ્લેમેટરી તત્વોને કારણે અને શરીરમાં સીબમના ઉત્પાદનને ઓછો કરવાની ક્ષમતા ધરાવવાને કારણે તે ખીલના ઉપચાર તરીકે અસરકારક સાબીત થઈ શકે છે.

5. નર્વના કોષોને સુરક્ષા પ્રદાન કરવાના ગુણધર્મો હોઈ શકે છે

સંશોધકો માને છે કે CBDની એન્ડોકનાબીનોઇડ સીસ્ટમ અને અન્ય બ્રેઇન સીગ્નલીંગ સીસ્ટમ પર કામ કરવાની ક્ષમતાને કારણે તે ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનો સામનો કરી રહેલા લોકો માટે ફાયદાકારક સાબીત થઈ શકે છે.

6. હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબીત થઈ શકે છે

તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનોમાં CBDને હાર્ટ અને સર્ક્યુલેટરી સીસ્ટમ માટે પણ ફાયદાકારક ગણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત તે હાઇ બ્લડપ્રેશરને લો પણ કરી શકે છે.

7. અન્ય કેટલાક સંભવિત લાભો

એન્ટીસાયકોટીક અસરો, માદક દ્રવ્યોના દુરૂપયોગની સારવાર, ગાંઠ સામેની સારવાર તેમજ ડાયાબીટીઝના નિવારણ માટે CBD ફાયદાકારક છે.

CBD ઓઇલની આડઅસરો

કેટલાક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે CBD ઓઇલના કારણે ઝાડા થવા, ભૂખ અને વજનમાં વધઘટ થવી તેમજ થાક લાગવા જેવી આડઅસરો થઈ શકે છે. ઉંદર પર કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યુ હતુ કે CBDથી ભરપૂર ગાંજાના અર્કથી યકૃતમાં ટોક્સિક થવાની સંભાવના છે.

સામાજીક ન્યાય મંત્રાલયનો અહેવાલ

સામાજીક ન્યાય મંત્રાલયે કરેલા પદાર્થના દુરૂપયોગ અંગેના 2019ના અભ્યાસમાં એવુ અનુમાન કરવામાં આવ્યુ છે કે ભારતમાં 2.8% લોકો ગાંજાનું સેવન કરે છે. ભારતની વસ્તીના 2.8% લોકો એટલે કે દેશમાં 3 કરોડ લોકો. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ સેવન કરનારા શહેરોમાં દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. વધુમાં, વર્ષ 1985 સુધી ભારતમાં ગાંજાનું સેવન કરવુ કાયદેસર હતુ અને ત્યારબાદ નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 અંતર્ગત તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જોકે ગાંજામાંથી કાઢવામાં આવેલી કેટલીક સામગ્રી હજુ પણ કાયદેસર છે અને તેનો ઉપયોગ કરવાની કેટલીક માર્ગદર્શિકા સાથે તે ઉપલબ્ધ હોય છે.

લગભગ 0.66% (આશરે 72 લાખ લોકોને) ભારતીયોને તેમની કેનોબીઝની સમસ્યાઓ માટે સહાયની જરૂર પડે છે.

ભાંગનો ઉપયોગ ગાંજા અને ચરસ કરતા વધુ થાય છે તેમ છતા ગાંજા અને ચરસના ઉપયોગકર્તાઓ માટે તેના નુકસાનનો આંક ઉંચો છે.

ગાંજા અને ચરસના રાષ્ટ્રીય વ્યાપ કરતા ઉત્તર પ્રદેશ, પંજાબ, સિક્કીમ, છત્તીસગઢ અને દિલ્હીમાં ગાંજા અને ચરસના ઉપયોગનો વ્યાપ વધુ છે.

સિક્કીમ અને પંજાબ જેવા રાજ્યોમાં કેનોબીઝના ઉપયોગને કારણે થતી વિકૃતીઓનો વ્યાપ રાષ્ટ્રીય સરેરાશ કરતા આશરે ત્રણ ગણાથી વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.