આ અંગે CRPFનાં કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આ આતંકી હુમલો નથી લાગી રહ્યો. આ અંગેની વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ બ્લાસ્ટમાં CRPFના કાફલાની એક બસને સામાન્ય નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં આ એક સિલિન્ડર બ્લાસ્ટનો લાગી રહ્યો હતો. જેનાથી કાર સળગી ગઈ છે. હાલમાં કારનો માલિક ફરાર છે.
મળતી માહિતી મુજબ, આમ તો CRPFનો કાફલો કારથી ઘણો દૂર હતો, પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, દૂર રહેલી બસને પણ સામાન્ય નુકસાન થયું છે. આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.
મહત્વનું છે કે, ગત 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. જેમાં એક RDXથી ભરેલી કાર સેનાના કાફલા સાથે અથડાઈ હતી.