ETV Bharat / bharat

CAA-NRC: મુંબઈમાં યશવંત સિન્હાની 'ગાંધી શાંતિ યાત્રા' શરુ, પવાર-આંબેડકર હાજર

અમદાવાદ, મુંબઈ: CAA-NRCના વિરોધમાં ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હાએ ગાંધી શાંતિ યાત્રા શરુ કરી છે. આ યાત્રામાં NCP પ્રમુખ શરદ પવાર, પ્રકાશ આંબેડકર ,પૃથ્વીરાજ ચૌહાણ સહિત કેટલાક વિપક્ષી નેતા પણ સામેલ થયા છે. આ યાત્રા મુંબઈથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા થઈ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પૂર્ણ થશે.

અમદાવાદ
etv bharat
author img

By

Published : Jan 9, 2020, 1:03 PM IST

પૂર્વ કેન્દ્રીય પ્રધાન સિન્હાની આગેવાનીવાળી ગેર-રાજનીતિક સંગઠન રાષ્ટ્ર મંચે મુંબઈ થી દિલ્હી સુધી ગાંધી યાત્રાનું આયોજન કર્યું છે. ગાંધી શાંતિ યાત્રા દરમિયાન NCP પ્રમુખ શરદ પવાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા, બહુજન અધાડીના પ્રકાશ આંબેડકર અને અન્ય નેતા ગેટવે ઓફ ઈન્ડિયામાં નાગરિકતા કાયદા CAA અને NRCનો વિરોધ કરી રહ્યાં છે.

CAA-NRC: મુંબઈમાં યશવંત સિન્હાની 'ગાંધી શાંતિ યાત્રા' શરુ, પવાર-આંબેડકર હાજર

મુંબઈના અપોલો બંદરથી 9 જાન્યુઆરીના શરુ થયેલી 3,000 કિલોમીટર લાંબી યાત્રા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી દિલ્હીના રાજઘાટ પર સમાપ્ત થશે.

ગુજરાતના પૂર્વ પ્રધાન અને રાષ્ટ્ર મંચના રાજ્ય સંયોજક સુરેશ મહેતાએ કહ્યું કે, અમે બધા જ વિપક્ષી દળોનો સંપર્ક કર્યો છે. કેટલાક નેતાઓ ગુજરાતમાં યાત્રામાં સામેલ થવાની સંભાવના છે. કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિન્હા, કોંગ્રેસ, આપ અને સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા આ યાત્રામાં જોડાશે. સુરેશ મહેતા કહ્યું કે, યાત્રા દરમિયાન સિન્હા અમદાવાદ અને સુરતમાં બેઠક સંબોધિત કરશે.

આ યાત્રા શનિવારના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે અને 9 દિવસ સુધી રાજ્યમાં રહેશે. આ યાત્રા સુરત, વડોદરા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં યોજાશે.

સુરેશ મહેતાએ આરોપ લગાવતા કહ્યું કે, આ ધાર્મિક આધાર પર દેશનો ભાગ પાડવા અને વોટ બેન્કનું ધ્રુવીકરણ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.