ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, CAA અને NPR પર દેશના લોકોને સંવૈધાનિક સંસ્થાઓ, સભાઓ અને મીડિયામાં વિચારપૂર્ણ, સાર્થક અને સકારાત્મક ચર્ચામાં ભાગ લેવો જોઇએ કે આ ક્યારે આવ્યુ, કેમ આવ્યું અને તેનો પ્રભાવ શું થશે અને તેમાં કોઇના બદલાવની જરૂર છે.
વધુમાં જણાવ્યું કે, આપણે જો આ વિષય પર ચર્ચા કરીએ તો આપણું તંત્ર મજબૂત થશે અને લોકોની જાણકારી વધશે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રને પણ અસંતોષ પ્રકટ કરનારા લોકોની આશંકાઓ દૂર કરવી જોઇએ.